આણંદના કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટર વચ્ચે મતભેદોની ચર્ચાઃ કામલીલાનો વીડિયો શૂટ કેવી રીતે થયો? મોટો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદઃ આણંદના કલેક્ટર ડી એસ ગઢવીને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમને નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું ગાંધીનગરથી નીકળેલા ઓર્ડર્સમાં સ્પષ્ટતાથી ઉલ્લેખન કરવામાં આવ્યું છે. જોકે IAS અને IPS અધિકારીઓ પર ભાગ્યે જ જોવા મળતી આવી કડકાઈને લઈને પણ ચર્ચાઓ ઊભી થઈ છે. આ દરમિયાનમાં એક વાયરલ થયેલા વીડિયો પર સહુની નજર પડી અને સામે એવી ચર્ચા આવી કે આ જ વીડિયોના કારણે કલેક્ટર ડી એસ ગઢવીને ખુરશી પરથી ઉતરવું પડ્યું હશે.

કલેક્ટરની ચેમ્બરમાં કેમેરો ઈન્સ્ટોલ કરનાર કોણ?

આ વીડિયો જાન્યુઆરી મહિનાનો છે. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમ લગાવી તે કેમેરાથી આ દ્રશ્યો શૂટ થયા હતા જેમાં કલેક્ટર મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ વીડિયો તો હાલ ગુજરાત ભરમાં ફરવા લાગ્યો છે. હવે આ વીડિયોને લઈને બીજા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે સવાલો સાથે કેટલીક ચર્ચાઓ પણ મોટો ઘટસ્ફોટ બનીને સામે આવી રહી છે. હાલમાં સવાલ એ છે કે કેમેરો કલેક્ટરની કચેરી સુધી ઈન્સ્ટોલ કેવી રીતે થઈ ગયો અને અધિકારીને તેની જાણ પણ થઈ નહીં? આ દરમિયાનમાં મીડિયા રિપોર્ટ્સમાં વિગતો સામે આવી રહી છે કે, અધિક નિવાસી કલેક્ટર સાથે કામોને લઈને વિવાદ સતત રહે તો હતો. કામનું ઘર્ષણ પણ આ વીડિયો સ્ટિંગનું કારણ હોઈ શકે છે તેવું જાણકારો માને છે.

સુરતઃ ક્રેન ચાલકે રોડની સાઈડ પર ઊભેલા પિતા-પુત્રને લીધા અડફેટે, 20 ફૂટ ઘસડાયા

ઉલ્લેખનીય છે કે આઈએએસ અધિકારના ચેમ્બરમાં કેમેરો લગાવવો પણ ક્રિમિનલ કેસ બને તેમ છે અને ગઢવી આ મામલે ફરિયાદ કરે તો પણ નવાઈ નહીં. આ વીડિયો સામે આવતા જ કલેક્ટર કચેરીના અત્યંત નજીક રહેલા વ્યક્તિઓ પર શંકાની સોય ફરી રહી છે. ચેમ્બરમાં સ્પાય કેમ લાગી જાય છે અને તેની પાછળ કોઈ સાથી અધિકારીનો દોરી સંચાર હોવાનું સંભળાય છે. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે.

ADVERTISEMENT

કેમ કરવામાં આવ્યા સસ્પેન્ડ?

આપને જણાવી દઈએ કે આણંદમાં હાલમાં આઈએએસ ડી એસ ગઢવી જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા. જોકે તેમની સામે કડક પગલા લેવામાં આવ્યા છે. હાલમાં સરકારે તેમને સસ્પેન્ડ કેમ કર્યા છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી છે તો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા તેમને આ અંગે કારણ સાથે આદેશ કર્યા છે. જેમાં તેમની સામે શિસ્ત ભંગના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પર લાગેલા શિસ્તના આક્ષેપોને લઈને ચિંતન કર્યા પછી ગેરવર્તન અને નીતિભ્રષ્ટતાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ તરફ આણંદ કલેક્ટર ડી એસ ગઢવી સામે એક વીડિયો ક્લિપ વાઈરલ થવાની ઘટનાને લઈને સસ્પેન્ડ કરાયા હોવાની માહીતી મળી રહી છે. વીડિયોના પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા કલેકટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. આ અંગે અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવે આણંદ કલેક્ટરની જવાબદારી કોને મળી?

સરકારે ઓર્ડરમાં એવું પણ લખ્યું છે કે આ કારણે અમે તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી રહ્યા છીએ. તેમને આ દરમિયાન મળતા એલાઉન્સ અને પગારના ધારા ધોરણોને અનુસરવામાં આવશે. આ અંગે અન્ય વિભાગોને પણ જાણકારી આપવામાં આવી છે. બીજી બાજુ અન્ય એક ઓર્ડર પણ કરવામાં આવ્યો છે જેમાં હવે આણંદના જિલ્લા કલેક્ટર તરીકેની જવાબદારી મિલિંદ બાપનાને વધારાના ચાર્જ સાથે સોંપવામાં આવી છે. જે આણંદના જિલ્લા વિકાસ અધિકારી છે. તેઓ આ કાર્યભાર ત્યાં સુધી સંભાળશે જ્યાં સુધી સરકાર તરફથી અહીં નિયુક્તિનો કોઈ અન્ય ઓર્ડર થાય નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT