આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસઃ ત્રણે આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ
હેતાલી શાહ.આણંદઃ આણંદ કલેક્ટર હની ટ્રેપ કેસમાં આજે ત્રણ આરોપીઓને આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીના વકીલે જામીન માટે અરજી કરી હતી. કોર્ટે જામીન…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આણંદ કલેક્ટર હની ટ્રેપ કેસમાં આજે ત્રણ આરોપીઓને આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીના વકીલે જામીન માટે અરજી કરી હતી. કોર્ટે જામીન ન આપતાં ત્રણેય આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેમાં નાયબ મામલતદાર જે.ડી.પટેલ અને ભાગીદાર હરીશને આણંદ સબ જેલમાં જ્યારે આરએસી કેતકી વ્યાસને ખેડા જિલ્લાની નડિયાદ બિલોદરા જેલમાં ખસેડવામાં આવ્યા. આજે કેતકી વ્યાસને નડિયાદ બિલોદરા જેલમાં લાવવામાં આવી હતી. તો જે.ડી.પટેલ અને હરીશ ચાવડાને આણંદ સબ જેલમાં લાવવામાં આવ્યા હતા.
ગુજરાતની ભાજપ સરકાર જુઓ વિકાસઃ પુલ ના બનતા લોકોએ જાતે ફાળો ઉઘરાવી બનાવી દીધો બ્રિજ
રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કર્યાઃ કોર્ટે જામીન ફગાવ્યા
આ સમગ્ર મામલામાં નજર કરીએ તો આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં એટીએસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી. અને આરએસી કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલ, એડવોકેટ હરીશ ચાવડા સાથે મળીને કલેક્ટરનું સ્ટિંગ કર્યું હતું. આ લોકોએ કલેક્ટર ચેમ્બર અને એન્ટી ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલે ATSએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને તેની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આણંદ એલસીબી પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓએ સળગાવી નાખેલા અનેક પુરાવાઓ મળી આવ્યા હતા. આજે એટલે કે મંગળવારે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જ તમામને આજે આણંદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીઓના વકીલે કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી, પરંતુ કોર્ટે તમામની જામીન અરજી રદ કરી હતી. તમામને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જમીનના દસ્તાવેજમાં કલેક્ટરની સહી કરાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે પાંચ મહિલા અધિકારીઓની કમિટી પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT