આઉટસોર્સિંગથી લેવાયેલા કોમ્પ્યુટર ઓપરેટરે આચર્યું લાખોનું કૌભાંડ, MLA દ્વારા ઝડપી લેવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉના : મામલતદાર કચેરીમાં આઉટસોર્સિંગ દ્વારા કામ કરતા કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાની લાભાર્થી મહિલાના ખાતામાં જમા કરવામાં આવતી રકમના ડેટામાં ચેડા કરીને સરકાર દ્વારા અપાતી સહાય પોતાના જ સગા સંબંધિઓના ખાતામાં રકમ જમા કરાવીને લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે ઉનાના ધારાસભ્ય મામલતદાર કચેરીએ ગયા હતા. આ અંગે મામલતદારની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત મામલતદારને યોગ્ય તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું.

મામલતદારે તપાસ કરતા 9 લાભાર્થીના ખાતાઓ બદલાયા
મામલતદાર દ્વારા 9 લાભાર્થીઓના એકાઉન્ટ નંબર બદલીને 2.23 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે તટસ્થ તપાસની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. ઉના પંથકના એક અંદાજ મુજબ 7 હજારથી વધારેની વિધવા સહાય યોજનાનો લાભ લેતી મહિલાઓની સંખ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર આ નાણા સીધા જ વિધવા મહિલાના ખાતામાં જમા કરાવે છે.

ઉના મામલતદાર ઓફીસમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીએ કૌભાંડ આચર્યું
જો કે ઉના મામલતદાર ઓફીસમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીએ નાણા જમા જે ખાતામાં થાય તેમાં ફેરફાર કરીને પોતાના સગા સંબંધિઓનાં ખાતાનો ઉલ્લેખ કરી દીધો હતો. જેથી નાણા જ્યારે આવતા ત્યારે ઓપરેટરના સંબંધિઓના ખાતામાં આવતા હતા. આ ઓપરેટર પોતે જ વિધવા સહાયનું ટેબલ સંભાળતો હતો. તેથી જ્યારે કોઇ મહિલા ફરિયાદ કરવા માટે આવે તો તેને ટાળી નાખતો હતો. છેલ્લા 3 વર્ષથી તે આ જ ટેબલ સંભાળતો હોવાથી તેની પાસે દરેકે દરેક માહિતી હતી. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, જો આની તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ હજી પણ મોટું હોઇ શકે છે. પુંજાભાઇ વંશે જણાવ્યું કે, મામલતદારના ડ્રાઇવરના ખાતામાં એક કરતા વધારે મહિલાઓની સહાય જમા થઇ હતી. આવું તો તેણે અનેક લોકો સાથે કર્યું હોઇ શકે છે. આ ઉપરાંત આ કૌભાંડની તપાસ કરીને જેટલી મહિલાઓના નાણા આ વ્યક્તિએ ઉચાપત કર્યા હોય તે પાછા લઇને તે મહિલાઓને સહાય ચુકવવા માટે પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT