મા અંબાના દર્શને આવેલા વૃદ્ધને આવ્યો હાર્ટ એટેક, GRD જવાને દેવદુત બનીને બચાવ્યો જીવ
જૂનાગઢ : જિલ્લામાં એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પુનાથી આવેલા એક પ્રવાસીને ગીરનારમાં હાર્ટ એટેક આવ્યો હતો. કોઇ કાંઇ સમજે તે પહેલા જ…
ADVERTISEMENT
જૂનાગઢ : જિલ્લામાં એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના પુનાથી આવેલા એક પ્રવાસીને ગીરનારમાં હાર્ટ એટેક આવ્યો હતો. કોઇ કાંઇ સમજે તે પહેલા જ વૃદ્ધ અચાનક ઢળી પડ્યા હતા. પતિની સ્થિતિ જોઇને પત્ની પણ આઘાતમાં આવી ગઇ હતી. જો કે ફરજ પર હાજર GRD જવાન ત્યાં દોડી આવ્યા હતા. તેમણે વૃદ્ધના પત્નીની પરવાનગી લઇને વૃદ્ધને CPR આપવાનું શરૂ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ તેમને યોગ્ય રીતે CPR મળતા તેમનું હૃદય ફરી ધબકવાનું શરૂ થઇ ગયું હતું.
જીઆરડી જવાનનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો
આ ઘટના બાદ વૃદ્ધના પરિવારે ભીની આંખે જીઆરડી જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જીઆરડી જવાનના સ્વરૂપે ભગવાન આવ્યાનું લાગણી વ્યક્ત કરી હતી. તેમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. જીઆરડી જવાન મનજીભાઇ મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પુણેથી જૂનાગઢ ફરવા આવ્યો હતો પરિવાર
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દિલીપભાઇ કોંઢે પોતાની પત્ની નિર્મલાબેન સાથે ભવનાથ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા. સવારે 10 વાગ્યાના સમયે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક જ દિલીપભાઇને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ ઘટના બનતા દિલીપભાઇના પત્ની નિર્મલા બેન ગભરાયા હતા. આસપાસના લોકો પાસેથી મદદની પોકાર કરી રહ્યા હતા. રોપ-વેના ગેટ પાસે ફરજ બજાવતા જીઆરડી મનજીભાઇ હમીરભાઇ મકવાણાએ તત્કાલ દિલીપભાઇ પાસે ગયા હતા.
ADVERTISEMENT
જવાને યોગ્ય સમયે સીપીઆર આપતા વૃદ્ધનો જીવ બચ્યો
ADVERTISEMENT
તેમની શ્વસન પ્રક્રિયા ધીમી પડી ગઇ હતી. જેથી તેમને યોગ્ય રીતે સીપીઆર આપવાનું શરૂ કરતા તેઓ ફરી એકવાર હોશમાં આવ્યા હતા. તેમને 108 ની મદદથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રથી આવેલા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT