નારગોલ બંદર પર ઓઇલ જેવો પદાર્થ આવી પહોંચ્યો, તંત્રની વધી ચિંતા
અમદાવાદ: દેશમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. જળ, વાયુ કે ભૂમિ આ તમામ ક્ષેત્રે વધતાં પ્રદૂષણના કારણે તાપમાન સહિત અનેક સમસ્યાનો સામનો લોકો…
ADVERTISEMENT

અમદાવાદ: દેશમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. જળ, વાયુ કે ભૂમિ આ તમામ ક્ષેત્રે વધતાં પ્રદૂષણના કારણે તાપમાન સહિત અનેક સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના દરિયા કિનારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી માત્રામાં ઓઇલ જેવા ચીકણા પદાર્થ દિરયા કિનારે નજર આવ્યો હતો. ફરી લોકોમાં ચિંતામાં વધારો થયો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામના દરિયા કિનારે ઓઇલ જેવો ચીકણો પદાર્થ દર વર્ષે મોટી માત્રામાં તણાઇને કિનારે આવતો હોય છે. આ વર્ષે પણ આ પદાર્થ દરિયા કિનારે આવી પહોંચ્યો છે. હાલ જે પ્રકારે આવી મોટી માત્રામાં આ ચીકણા પદાર્થનીં ચાદર ફેલાઈ છે તે દરિયાઈ જીવ સૃષ્ટિ માટે જોખમી છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દિરયા કિનારે ઓઈલનો કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જળ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા આવેલો પદાર્થ ફરી દરિયા માં વહી ન જાય તે માટે તેને હટાવવા કામગીરી શરૂ કરી છે.
નારગોલ બંદર PPP મોડલને BOOTના ધોરણે વિકસાવવામાં આવશે
વર્ષ 2021માં ઉમરગામ દરિયાકિનારે આવેલા નારગોલ ખાતે ગ્રીનફિલ્ડ રોબોટ બનાવવા ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ માટે અંદાજિત 51,816 રૂપિયાનું ટેન્ડર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેને લઇને આગામી દિવસમાં ઉમરગામ નારગોલ ખાતે દરિયાકિનારે બંદર બનશે એ વાત ચોક્કસ નક્કી થઈ ગઈ છે. જો કે, બંદર બનવાને લઈને આ વિકાસના કામોમાં કેટલાક લોકોએ અગાઉ પણ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ માછીમારો માટે નારગોલ બંદર બનતાની સાથે જ તેઓને હોડીઓ પાર્ક કરવાની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ છે. સામાન્ય રીતે હાલમાં અહીંના તમામ માછીમારોને જાફરાબાદ કે જખૌ જેવા બંદરો ઉપર પોતાની હોડીઓ લઈ માછીમારી કરવા જતા હતા. ગામના વિરોધના કારણે બંદરનો વિકાસ નથી થયો. સરકારની સામે આ બંદર મોટો પડકાર છે.
વિથ ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ
ADVERTISEMENT
ADVERTISEMENT