સુરતમાં લગ્નસરાની મૌસમ વચ્ચે ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ દેખાતા તંત્રમાં દોડધામ, 6 ઘોડાને અપાયું દયા મૃત્યુ
સંજયસિંહ રાઠોડ, સુરત: લગ્નસરાની સિઝન વચ્ચે સુરતમાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ દેખાયો છે. છેલ્લીઘડીએ આયોજન બદલાતા જાનૈયાઓમાં દોડધામ શરૂ થઈ છે. આ સાથે જ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ, સુરત: લગ્નસરાની સિઝન વચ્ચે સુરતમાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ દેખાયો છે. છેલ્લીઘડીએ આયોજન બદલાતા જાનૈયાઓમાં દોડધામ શરૂ થઈ છે. આ સાથે જ જિલ્લા પશુપાલન વિભાગ પણ દોડતું થયું છે. ગ્લેન્ડર રોગનો ચેપ મનુષ્યમાં પણ ફેલાઈ શકે તેવી શક્યતા હોવાથી લાલદરવાજા વિસ્તારમાં જે છ ઘોડામાં ગલેન્ડર પોઝિટિવ આવ્યો છે તેમને મૃત્યુ આપી અને દફનવિધિ કરવામાં આવી છે.
ગુજરાતના સુરત શહેરમાં પશુ આરોગ્ય વિભાગની ટીમ ઘોડા રાખનાર લોકોને ત્યાં જઈને ઘોડાઓ મા મળી આવેલી ગલેન્ડર નામની બીમારીની તપાસ કરવા માટે સેમ્પલ કલેક્ટ કરી રહી છે. સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બીમાર રહેતા 8 ઘોડાના સેમ્પલ લેવાયા હતા.પશુ આરોગ્ય વિભાગની ટીમે આ સેમ્પલ તપાસ માટે હિસ્સાર હરિયાણા ખાતે મોકલી આપ્યા હતા. એ સેમ્પલ માંથી છ ઘોડાના સેમ્પલ પોઝિટિવ આવતા પશુ આરોગ્ય વિભાગમાં હટ મચી ગયો હતો.
આ રોગનો કોઈ ઈલાજ નથી
પશુ આરોગ્ય વિભાગે ઘોડાનો નિકાલ કરવા માટે કલેકટર પાસેથી મંજૂરી માંગી હતી. અને મંજૂરી મળ્યા બાદ છ ઘોડાને મૃત્યુ આપી દફનવિધિ કરવામાં આવી હતી. સુરતના પશુ ચિકિત્સક અધિકારી તેજાણીએ જણાવ્યું હતું કે ઘોડાઓમાં મળી આવેલ આ ગલન્ડર નામના રોગથી બીજા ઘોડાઓને અને મનુષ્યને પણ ચેપ લાગવાની સંભાવના હોય છે. સાથે સાથે આ રોગનો કોઈ ઈલાજ નથી એટલા માટે લીગલ અને સાયન્ટિફિક મંજૂરી લઈને છ ઘોડા અને મારી દફનવિધિ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ સેમ્પલિંગ લેવામાં આવ્યું
ગલેન્ડર નામની ઘોડાઓમાં બીમારી સુરતના લાલ દરવાજા વિસ્તારમાંથી મળી આવી છે. એ લાલ દરવાજા વિસ્તારની સરાઉન્ડીંગ પાંચ કિલોમીટરની અંદર જેટલા પણ ઘોડાઓ છે એ તમામ ઘોડાઓનો હાલ પૂરતો સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે.અને સેમ્પલ હિસ્સાર હરિયાણા ખાતે મોકલવામાં આવી રહ્યા છે.આ લા ઈલાજ બીમારી વધુ ના પ્રસરે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT