Rajkotના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો,  કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારમાં 10 : 40 મિનીટે આંચકો અનુભવાયો હતો ત્યારે આ પહેલા 8 ઓગસ્ટના રોજ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ હતી.ખાવડાથી 48 કિમી દૂર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં સતત ભૂકંપના આંચકાનો અનુભવ
ગુજરાતમાં કચ્છ ફોલ્ટલાઇન સક્રિય થવાના કારણે વારંવાર ભૂકંપ આવતા રહે છે. જેમાં કચ્છ તો પહેલાથી જ ધરતીકંપનો હબ રહ્યો છે. તેવામાં આજે ગુજરાતમાં ફરી એકવાર રાજકોટની ધરા ધ્રુજી ઉઠી હતી. આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ પહેલા કચ્છના ભચાઉમાં 8 ઓગસ્ટના સાંજે 07.45 વાગ્યે ધરતીકંપનો 3.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT