ચૂંટણીના પરિણામ પહેલા જ અમૂલ દૂધના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવા ભાવ

ADVERTISEMENT

AMUL MILK PRICE
AMUL MILK PRICE
social share
google news

Amul Milk Price Hike : મોંઘવારીનો દોર ચાલી રહ્યો છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવમાં વધારો થયો છે. આવતીકાલથી અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ, અને અમૂલ દહીંના નવા ભાવ લાગૂ થશે. GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

અમૂલ ગોલ્ડના લીટરનો ભાવ 64 રૂપિયાથી વધીને 66 રૂપિયા થશે. અમૂલ ટી સ્પેશિયયલના પ્રતિ લીટરનો ભાવ 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા થશે. અમૂલ શક્તિના પ્રતિ લીટરના ભાવ 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા થશે. જ્યારે દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે.

આમ, ગોલ્ડ, શક્તિના 500 મિલીના પેકેટ પર એક રૂપિયો વધારે ચૂકવવો પડશે. ત્યારે અમૂલ દૂધના ભાવમાં વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT