અમરેલીઃ ટ્રેન સાથે ભટકાઈ 8 ગાયોના મોત થતા આ શાળાએ બોર્ડ પર વ્યક્ત કર્યો શોક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીમાં લીલીયા ભેંસાણ નજીક રેલવે ટ્રેક પર 8 ગાયોના મોત થયાની ઘટના ઘટી છે. ટ્રેન સાથે પશુઓનો અકસ્માત થયાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે. એટલું જ નહીં વન્ય પ્રાણીઓના પણ જીવ ગયા છે. જોકે આ દરમિયાનમાં ભેસાણની પ્રાથમિક શાળામાં ગાયોના મોતને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. બાળકોને ભણાવવા માટેના બોર્ડ પર પશુઓના મોતને લઈને લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

જુનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થવા મામલે 3 કલાક થઈ મિટિંગ, નિષ્કર્ષમાં કોઈએ જવાબદારી ના સ્વિકારી

સિંહનું પણ થયું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ
અમરેલીના લીલીયાના ભેસાણ નજીક પુર ઝડપે આવતી માલગાડી સાથે ભટકાતા 8 ગાયોના મોત થયા છે. ઈલેક્ટ્રીક ટ્રેન થયા પછી અકસ્માતની ઘટનાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જોકે આ ઘટનાને લઈને ભેસાણની પ્રાથમિક શાળાના બોર્ડ પર ગાયોના મોતને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. આ તરફ અન્ય એક ઘટના પણ બની છે જેમાં રાજુલા નજીક માલગાડીની અડફેટે એક સિંહ આવી જતા કપાઈને મોતને ભેટ્યો છે. આ ઘટના પછી ગાયોના ટ્રેન સાથે અકસ્માતની ઘટના ઘટી હતી. ગાયોના અવસાનથી ગૌપ્રેમીઓમાં અને સિંહના અવસાનથી વન્ય જીવદયા પ્રેમીઓમાં દુઃખ અને નારાજગીની લહેર જોવા મળી રહી છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT