લ્યો બોલો! માત્ર 1 રૂપિયા માટે અમરેલીના ખેડૂતને PGVCL કોર્ટમાં ઢસડી ગઈ, ઉર્જા મંત્રીએ કહ્યું- અમે કરી રહ્યા છીએ તપાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Amreli News: અત્યાર સુધી તમે કોઈ વ્યક્તિને લાખો રૂપિયાનું લાઈટ બિલ આવ્યું હોવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે અથવા જોયા હશે. પરંતુ અમરેલી જિલ્લાના કુંકાવાવથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. અમરેલીના કુંકાવાવના એક ખેડૂતને PGVCL દ્વારા 1 રૂપિયાનું લેણું વસૂલવા માટે નોટિસ મોકલવામાં આવતા ખેડૂતોને 1 રૂપિયો ભરવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું.

ઊર્જામંત્રીનું નિવેદન આવ્યું સામે

આ મામલે ઊર્જામંત્રી કનુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ‘આ રીતે કોઈને 1 રૂપિયાના બાકી લેણાં માટે નોટિસ ન મોકલાય. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.’

1 રૂપિયો ભરવા મોકલી નોટિસ

સમગ્ર મામલો એવો છે કે, અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે રહેતા હરેશભાઈ સોરઠીયા નામના ખેડૂતના ખેતરનું 7 વર્ષ અગાઉ પીજીવીસીએલએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. જોકે, આ બનાવના 7 વર્ષ પછી વીજકંપનીએ એક નોટિસ મોકલીને બાકી લેણા તરીકે એક રૂપિયાની માંગ કરી હતી.

ADVERTISEMENT

1 રૂપિયો ભરવા વડીયા કોર્ટમાં પહોંચ્યા ખેડૂત

અહીં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વીજ કંપનીએ 1 રૂપિયાની વસૂલી માટે મોકલેલી નોટિસની ઉપર 5 રૂપિયાની ટિકિટ ચોંટાડેલી હતી. જોકે, 1 રૂપિયાની વસુલી માટેની નોટિસ મળતા જ ખેડૂત હરેશભાઈ સોરઠીયા 1 રૂપિયો ભરવા વડીયા કોર્ટમાં પહોચ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT