Amreli News : અમરેલીના રાજુલામાં જૂની અદાવતમાં યુવક પર એસિડ એટેક, પોલીસતંત્ર થયું દોડતું
Amreli Acid Attack: લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લામાં એસિડ એટેકનો બનાવ બનતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે પોલીસની ટીમો દોડતી થઈ છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજુલામાં યુવક પર થયો એસિડ એટેક
જૂની અદાવતમાં યુવક પર થયો એસિડ એટેક
રાજુલા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી
Amreli Acid Attack: લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લામાં એસિડ એટેકનો બનાવ બનતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે પોલીસની ટીમો દોડતી થઈ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જૂની અદાવતમાં થયો એસિડ એટેક
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલાના બાર પટોળી નજીક શીવા લાખણોત્રા નામના યુવક પર એસિડ એટેક થયો હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શીવા લાખણોત્રા પર જૂની અદાવતમાં એસિડ એટેક થયો છે. એસિડ એટેકથી યુવકને ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
રાજુલા પોલીસ થઈ દોડતી
તો સમગ્ર ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શીવા લાખણોત્રા કપાસ વેચવા જઈ રહ્યો હતો, ત્યારે રાજુલાના બાર પટોળી નજીક તેની પર એસિડ એટેક થયો હતો.
ADVERTISEMENT
પોલીસે હાથ ધરી તપાસ
એસિડ એટેકની ઘટના અંગે પોલીસે પીડિત અને પરિવારજનોના નિવેદન નોંધ્યા છે. જે બાદ પોલીસે આ મામલે ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT
ADVERTISEMENT