અમરેલીમાં યુવાન બિન્દાસ્ત બાઈક પર બેઠો રહ્યો, નજીકથી ગયા 7 સિંહ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ ગુજરાતમાં એશિયાટિક લાયન અને માણસ વચ્ચેનો તાલમેલ આજનો જ નથી પણ વર્ષોનો છે. અમરેલી, ધારી, ગીર સોમનાથ જ નહીં હવે તો ચોટીલા સુધી પણ સિંહ દર્શન થઈ જતા હોય છે. ક્યારેક મારણ કરતા તો ક્યારેક રોડ ઓળંગતા. જોકે મોટા ભાગે સિંહોને પરેશાન લોકો કરતા નથી છતાં ઘણા એવા પણ છે કે સિંહોને પજવવામાં જાણે મજા આવતી હોય તેવી રીતે વર્તન કરતા હોય છે. ગેર કાયદે સિંહ દર્શનથી લઈને ઘણી રીતે સિંહોની પજવણી થાય છે પરંતુ ઘણી એવી ઘટનાઓ પણ છે કે જ્યાં સિંહો અને માણસ વચ્ચેનો શાંતિપ્રિય સંબંધ પણ જોવા મળ્યો છે. આવો જ એક વધુ વીડિયો સામે આવ્યો છે.

સેના સમગ્ર દેશને બરબાદ કરી રહી છે, હવે જનતાએ વિદ્રોહ કરવો જ પડશે: ઇમરાન ખાન

સિંહ અને માણસ વચ્ચેનો તાલમેલ
અમરેલીમાં 7 સિંહોની સવારી જાહેર માર્ગ પર નીકળી હતી. દરમિયાન એક વ્યક્તિ બાઈકને એક તરફ ઊભું કરી દે છે અને ત્યાં શાંતિથી સિંહોને પોતાના રસ્તે જવા દે છે. આ તરફ શાંતિથી બેસેલા માણસ પર પણ સિંહો હુમલો કરતા નથી અને પોતાના રસ્તે રવાના થઈ જાય છે. 7 સિંહો જોકે આ વ્યક્તિની એટલી નજીકથી જાય છે કે કોઈ પણને બે ઘડી પરસેવો છૂટી જાય. જોકે અહીં વસતા લોકોમાં સિંહો સાથેનો તાલમેલ ઘણો સારો બેસી ગયો છે અને તે બાબતો આ વીડિયો પુરાવો પણ આપી શકે છે.

આ વીડિયો અમરેલીના રાજુલાના કોવાયા ગામનો છે જ્યાં 5 પઠુરીયા સિંહો અને 2 સિંહણ એમ 7 સિંહ રોડ ઓળંગતા જોવા મળ્યા હતા. આ વીડિયો લગભગ થોડા સમય જુનો હોઈ શકે છે. વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ હાલ સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. રાજુલાના બૃહદ ગણાતા જંગલોમાં સિંહોનું સામ્રાજ્ય છે અને આ સિંહો આવી જ રીતે પોતાની પ્રજાતિને બચાવી રાખી આગળ વધે તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT