અમરેલીઃ માલધારી પશુ ચરાવતો હતો અને સિંહણે કર્યો હુમલો, વાછરડું લઈને ભાગી- Video

ADVERTISEMENT

અમરેલીઃ માલધારી પશુ ચરાવતો હતો અને સિંહણે કર્યો હુમલો, વાછરડું લઈને ભાગી- Video
અમરેલીઃ માલધારી પશુ ચરાવતો હતો અને સિંહણે કર્યો હુમલો, વાછરડું લઈને ભાગી- Video
social share
google news

અમરેલીઃ જાફરાબાદ તાલુકામાં ધોળા દિવસે સિંહણ વાછરડાનું મારણ કરતી નજરે પડી હતી. સિંહણ આ દરમિયાન વાછરડાને મોંઢામાં દબાવીને ભાગી ગઈ હતી. આ દ્રષ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.

ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં 300 કરોડનો વધારો, આ શેર જેણે ખરીદ્યો તેના ભાગ્ય ચમક્યા

ખેડૂતો અને માલધારીઓમાં ભય
જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે ધોળા દિવસે સિંહણ વાછરડું લઈને ભાગતી નજરે પડી હતી. જાફરાબાદમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની રંજાડ દિવસેને દિવસે વધી રહી છે. જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે માલધારીઓ પશુ ચરાવતા હોય ત્યારે અચાનક સિંહણ આવી ગઈ હતી. સિંહણ આ દરમિયાન એક વાછરડા પર હુમલો કરી વાછરડું લઈને ભાગી ગઈ હતી. જે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં હાજર એક વ્યક્તિએ આ દ્રષ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો. સિંહણના અચાનક ધોળા દિવસે થયેલા હુમલાને પગલે અહીં ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT