અમરેલીઃ પ્રેમપરા નજીક નદીમાં પુર આવતા, વાહન વ્યવહાર ખોરવાયો- Video

ADVERTISEMENT

અમરેલીઃ પ્રેમપરા નજીક નદીમાં પુર આવતા, વાહન વ્યવહાર ખોરવાયો- Video
અમરેલીઃ પ્રેમપરા નજીક નદીમાં પુર આવતા, વાહન વ્યવહાર ખોરવાયો- Video
social share
google news

અમરેલીઃ અમરેલીમાં ધારી બગસરા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. કમોસમી વરસાદ પણ એટલો ખાબક્યો છે કે અહીં ઠેરઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અહીંના સ્થાનીકોને આ કારણે ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે. જ્યાં નદીમાં પુર આવી જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી રહી હતી. સ્થાનીકોએ આ સ્થિતિના કેટલાક વીડિયોઝ પણ લીધા છે જે અહીં દર્શાવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ થયા 1093, નવા 70 કેસ

તંત્ર પણ લાગ્યું વાહન વ્યવહાર શરૂ કરાવવામાં
અમરેલીના ધારી બગસરા સ્ટેટ હાઈવે પર જો આપ પસાર થઈ રહ્યા હોય તો આ વીડિયો જરૂર જોઈ લેજો. ધારીના પ્રેમપરા નજીકથી પસાર થતી સ્થાનીક નદીમાં પુર આવી ગયું છે. નદીમાં પુર આવી જવાના કારણે અહીં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા. જેસીબીની મદદથી હાલ તો પાણીના નિકાલનો કોઈ રસ્તો કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તંત્ર પણ વાહન વ્યવહાર શરૂ થાય તેની કવાયતમાં લાગી ગયું છે.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT