અમરેલીઃ સિંગતેલનું ટેન્કર પલટ્યું, લોકો તેલની નદીમાં ન્હાઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ આપણે ત્યાં ઘણી વખતે તેલ, પેટ્રોલ, ડીઝલ, વગેરે જેવી પ્રવાહી કિમતી વસ્તુઓના ટ્રાન્સપોર્ટ કરતાં ટેન્કર પલટી જતાં ઘણી વખત જોવા મળ્યું છે કે લોકોએ લેવા માટે પડાપડી કરી મુકી હોય. જોકે એવા પણ કેટલાક બનાવો છે કે જેમાં જ્વલંત ઈંધણ લેવાની લ્હાયમાં કરુણ ઘટનાઓ બની હોય. રાજુલાથી સાવરકુંડલાના હાઈવે પર સોમવારે મોડી રાત્રે સિંગતેલનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. લોકોને ખબર પડી કે આ સિંગતેલનું ટેન્કર છે, બસ પછી તો અહીં મેળો જામવા લાગ્યો. લોકોએ તપેલા, ડબ્બા, કેરબા, બેડા, ડોલ જે હાથમાં આવ્યું તે લઈને તેલ લેવા લૂંટફાટ મચાવી હતી. અંદાજે એક નહીં પણ આસપાસના બેથી ત્રણ ગામના લોકો તેલ લેવા ઉમટી પડ્યા હતા.

છ મહિના-વર્ષનું તેલ મળી ગયું લોકોને
રાજુલા સાવરકુંડલા હાઈવે પરથી ગત મોડી રાત્રે સોમવારે એક સિંગતેલ લઈને જઈ રહેલું ટેન્કર અકસ્માતે પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાં રહેલું લાખોની કિંમતનું તેલ વહી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. જાણે કે સિંગતેલની નદી વહેતી હોય અને લોકો તેલથી નહાયા હોય તેવા ઘાટ ઘડાયા હતા. તેલની લૂંટફાટ ચલાવતા લોકોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ફરવા લાગી હતી. લોકોએ પલટી વાગેલા ટેન્કરમાંથી મળેલા આ તેલની નદી સ્વરૂપની લોટરીને ભરપૂર લૂંટી હતી. આખી આખી રાત સુધી ઘણા તો તેલ ભરી ભરીને ઘરે મોકલાવવા લાગ્યા હતા. લગભગ છથી 1 વર્ષ ચાલે એટલું તેલ મફતમાં મળી ગયું હોવાથી લોકોએ રાત્રીની ઠંડી પણ જોઈ ન હતી. કડકડતી ઠંડીમાં લોકોએ હાથમાં જે વાસણ આવ્યું તે લઈને તેલ લેવા પહોંચી ગયા હતા. આખું ટેન્કર ચોખ્ખા સિંગ તેલનું હતું અને એક જ રાતમાં તેના સુપડા સાફ થઈ ગયા હતા.


(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT