Amreli News : કોંગ્રેસ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Virji Thummar : અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો એક વીડિયો વાયરલ થયો છે. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો તેઓ બેફામ રીતે નિવેદનો આપતા જોવા મળ્યા…
ADVERTISEMENT
Virji Thummar : અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો એક વીડિયો વાયરલ થયો છે. અનેક સ્નેહ સંવાદના કાર્યક્રમો તેઓ બેફામ રીતે નિવેદનો આપતા જોવા મળ્યા છે. હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે પીએમ મોદી વિશે અપમાનજનક વાત કરી રહ્યા છે.
વીરજી ઠુમ્મર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઈ કરવામાં આવી છે. એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે રાજકારણ ગરમાય છે. હાલ કોંગ્રેસ પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિરૂદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કરતાં જોવા મળી રહ્યા છે. જેને લઈ તેમના વિરુદ્ધ જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધરાજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમરેલી સીટી પોલીસમાં IPC 499, 500 અને 504 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.વીરજી ઠુમ્મર સામે પોલીસ ફરીયાદ નોંધાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં તેઓ પીએમ મોદી વિશે અપમાનજનક વાત કરી રહ્યા છે. નિવેદનમાં તેમણે કહ્યું કે, પીએમ મોદીને દેશનો નહીં પરંતુ અદાણી-અંબાણીનો દલાલ કહી રહ્યા છે. આ સિવાય તેમણે સ્મૃતિ ઈરાનીને લઈને પણ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ દ્વારા અવનવાર પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે. અદાણી મુદ્દે સંસદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT