અમરેલી-બાબરા હાઈવે પર ચાલુ છકડાએ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, CCTVમાં કેદ ઘટના
Amreli News: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી અને જામનગરમાં બે યુવકના હાર્ટ એટેકથી મોત થવાની…
ADVERTISEMENT
Amreli News: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી અને જામનગરમાં બે યુવકના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. જેમાં 46 વર્ષના છકડા ચાલક અને 24 વર્ષના યુવકનું મોત થઈ ગયું. દ્વારકામાં પણ બે ખેડૂતોના હાર્ટ એટેકથી મોત થઈ ગયા.
હાઈવે પર છકડો ચલાવતા હાર્ટ એટેક
બાબરા-અમરેલી હાઈવે પર લુણકી ગામના ઓઘડભાઈ મુંધવા પોતાની છકડો રીક્ષા લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના છકડામાં 3 જેટલા પેસેન્જરો પણ બેઠેલા હતા. હાઈવે પર છકડો દોડાવતા સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ રોડ પર જ નીચે ઢળી પડ્યા હતા. જ્યારે છકડામાં બેઠેલા પેસેન્જરોનો ચમત્કારિક બચાવ થાય છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ પછી ઓઘડભાઈને 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બાબરા-અમરેલી હાઈવે પર છકડા ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા રોડની વચ્ચે જ ઢળી પડ્યો #Amreli #GujaratiNews #heartattack pic.twitter.com/D2qFLrJK59
— Gujarat Tak (@GujaratTak) October 19, 2023
ADVERTISEMENT
જામનગરમાં 24 વર્ષના યુવકનું મોત
જામનગરમાં પણ 24 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી અચાનક મોત થઈ ગયું. જામનગરના સેનાનગર વિસ્તારમાં 24 વર્ષનો રવિ લુણા નામના યુવકને શરદી અને તાવ હતો. આથી તે દવા લેવા માટે હોસ્પિટલમાં ગયો હતો. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તેનું મોત થઈ ગયું. રવિએ BCAનો અભ્યાસ કર્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. યુવાન વયે જ અચાનક નિધનથી પરિજનો પણ ઘેરા શોકમાં છે.
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકામાં પણ બે ખેડૂતોને હાર્ટ એટેક
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં હાર્ટએટેકનો કિસ્સા સામે આવ્યો છે. હાર્ટએટેકની ઘટનામાં 2 ખેડૂતોના મોત નીપજ્યાં છે. ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઇ કણઝારીયા અને શકિતનગર ગામે રહેતા રામજીભાઈ નકુમ નામના ખેડૂતનું મોત થઈ ગયું. ખેતરમાં કામ કરતી વેળાએ ખેડૂતો સાથે ઘટના બની હતી. બંને ગામના ખેડૂતોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
(ઈનપુટ: હિરેન રવિયા- અમરેલી, દર્શન ઠક્કર-જામનગર અને રજનીકાંત જોશી-દ્વારકા)
ADVERTISEMENT