'પંજામાં મતદાન કરવાનું છે, કમળમાં કંઈ નથી લેવાનું', BJPના પૂર્વ MLAનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ
Amreli News: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ વખતે NDA ગઠબંધનને 293 બેઠકો મળી છે. ગુજરાતની વાત કરીએ તો ભાજપને 26માંથી 25 બેઠકો મળી છે. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાજપમાં જૂથવાદની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે હવે અમરેલીમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્યનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને જીતાડવાની વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT

ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાઈરલ
હાલમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ફોન પર વાત કરી રહ્યા છે અને સામેની વ્યક્તિને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં વોટ આપવા માટે કહી રહ્યા છે અને મતદાનના આગલા દિવસે ભજીયા પાર્ટી કરીને લોકોને વોટ માટે સમર્થનમાં લાવવાની વાત કરી રહ્યા છે. ઘરના જ ઘાતકી બન્યા હોવાની પ્રતીતિ કરાવતા આ વીડિયોથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
વીડિયોમાં શું બોલે છે ભાજપના પૂર્વ ધારાસભ્ય
વાઈરલ વીડિયોમાં કાળુભાઈ વિરાણી કહી રહ્યા છે, 'પંજામાં મતદાન કરવાનું છે, જેનીબેન ઠુમ્મરને. બરાબર, કમળમાં નથી કંઈ લેવાનું, કંઈ કરે એમ પણ નથી અને ધ્યાન પણ નથી આપતા કોઈ. આ વખતે એને પોરો દેવાનો છે.'
ADVERTISEMENT
(ઈનપુટ: ફારુક કાદરી, અમરેલી)
ADVERTISEMENT