Amreli: થોરડીના આચાર્યની બદલી થતાં શિક્ષણ કાર્યનો થયો બહિષ્કાર, બદલી રોકવા ગ્રામજનો મક્કમ
અમરેલી: સામાન્ય રીતે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધો ખૂબ ગાઢ માનવામાં આવે છે. બાળક જે રીતે ઘરે રહે છે અને સંસ્કાર મેળવે છે. તેનથી…
ADVERTISEMENT
અમરેલી: સામાન્ય રીતે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધો ખૂબ ગાઢ માનવામાં આવે છે. બાળક જે રીતે ઘરે રહે છે અને સંસ્કાર મેળવે છે. તેનથી વધુ તે શાળાના શિક્ષક પાસે રહી અને સંસ્કારનું સિંચન કરે છે. ત્યારે બાળક અને શિક્ષકના સબંધો ગાઢ બની જાય છે. એક શિક્ષકની બદલી થાય અને શિક્ષક બીજી શાળામાં જાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. ત્યારે સાવરકુંડલાની થોરડી ગામની શાળામાં શિક્ષકની બદલી થતાં શિક્ષણ કાર્યનો થયો બહિષ્કાર.
શિક્ષકએ દેશનું ભવિષ્ય ઘડવાની તાકાત ધરાવે છે. ત્યારે શિક્ષક બદલી થતાં બાળકો મેદાને ઉતર્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે સાવરકુંડલાના થોરડી ગામે શિક્ષણ કાર્યનો બહિષ્કાર થયો છે. પ્રાથમિક શાળાના આચાર્યની બદલીને લઈને ગ્રામજનોએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો છે. આ સાથે જ નારાજ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા પટાંગણમાં હલ્લાબોલ કર્યું છે. આ સાથે જ શાળાના 250 વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય બંધ કરી બદલી રોકવાની માંગ કરી છે.
ADVERTISEMENT
થોરડી શાળામાં શિક્ષકની બદલી થતાં વિધ્યાર્થીઓ અને વાલીઓ વિફર્યા છે. ત્યારે વાલીઓ અને વિધ્યાર્થીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી આચાર્ય પૂજાબેન જોશીની બદલી રોકવા પ્રયાસો કર્યા છે. આચાર્યની બદલી રોકવા માટે થોરડી વાસીઓ મક્કમ જોવા મળી રહ્યા છે. ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે વિદ્યાર્થીઓના વાલીઓએ આચાર્યની બદલી સામે વિરોધ નોંધાવ્યો છે. પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને લઈને વાલીઓ રવાના થયા હતા. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર વિધ્યાર્થીઓની માંગ સ્વીકારે છે કે બદલીનો ઓર્ડર યથાવત રાખે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT
ADVERTISEMENT