અમરેલીઃ નેશનલ હાઈવે પર તંત્રએ કર્યો માટીનો ઢગલો અને યુવકનો અકસ્માતમાં જીવ ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ ગત મોડી રાત્રે અમરેલી જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે ચોંકાવનારી વાત છે કે આ યુવકનો જીવ તંત્રના પાપે ગયો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં તંત્રએ મોટો માટીનો ઢગલો કરી રાખ્યો હતો જેના કારણે યુવકનો જીવ ગયાનું જાણવા મળી રહ્યું છે.

અચાનક માટીનો પાળા પર ચઢી ગયું બાઈક અને…

મળતી માહિતી મુજબ, લોઢવા ગામનો હેમલ જીવાણી પોતાની બાઇક પર હેમાળથી જાફરાબાદ તરફ જઈ રહ્યો હતો. વિગતો મળી રહી છે કે રાત્રે જ્યારે તે હેમાળ અને છેલણા વચ્ચે તે બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે તેને નેશનલ હાઇવે પર માટીનો પાળો અચાનક દેખાયો. તેને બાઇક ચલાવવામાં તકલીફ પડી અને તે બાઇક સાથે માટીના પાળા પર ચઢી ગયો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ભક્તિની પરાકાષ્ઠાઃ નરેન્દ્ર મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવ્યા, વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં

અકસ્માતની જાણ થતાં જાફરાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. નેશનલ હાઇવે ઓથોરિટીને આ અકસ્માતોને રોકવા માટે માટીના પાળાઓ દૂર કરવા જોઈએ. સાથે જ આ યુવાનના મોતને પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT