મોટી દૂર્ઘટના ટળીઃ ખાંભા-ધારી રોડ પર સગાઈમાં જતી બોલેરો પલટી ખાઈ જતા 14 લોકો ઈજાગ્રસ્ત
અમરેલીઃ અમરેલીમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ઘણા અકસ્માતો તો એટલા ગંભીર હોય છે કે મૃત્યુનો આંકડો જોઈને જ કંપારી છૂટી જાય. આવી જ…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ઘણા અકસ્માતો તો એટલા ગંભીર હોય છે કે મૃત્યુનો આંકડો જોઈને જ કંપારી છૂટી જાય. આવી જ એક મોટી ઘટના આજે બનતા બનતા રહી ગઈ છે. ખાંભાથી ધારીના રોડ પર આજે એક બોલેરો કાર પલટી કાઈ ગઈ હતી. આ બોલેરોમાં 20 મુસાફરો સવાર હતા ત્યારે બોલેરો પલટી ખાઈ જતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે ઘટનામાં 14 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પાટણઃ 4000 લોકો માનવ લાશ વાળું પાણી 4 દિવસથી પીતા હતા, પાઈપમાંથી મળ્યું ધડ
સગાઈના પ્રસંગમાં જતા હતા અને નડ્યો અકસ્માત
અમરેલીમાં આજે મોટી દૂર્ઘટના થતા રહી ગઈ છે. ખાંભાથી ધારી રોડ પર ઈંગોરાળા ગામ પાસે આજે મંગળવારે એક બોલેરો પલટી મારી ગઈ હતી. ધારીના હીરાવા ગામ ખાતે સગાઈના પ્રસંગમાં તેઓ જઈ રહ્યા હતા. જેના કારણે બોલેરોમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. દરમિયાન ઈંગોરાળા પાસે અચાનક કોઈ કારણસર બોલેરો પલટી વાગી જતા 20 મુસાફરોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. આ તરફ અકસ્માતમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક બોલેરો પલટી ખાઈ ગયેલી જોઈ આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. દરમિયાનમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા હતા.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT