અમરેલીમાં સાંસદ નારણ કાછડિયાની મંડળીમાં કામ કરતા યુવકનો આપઘાત, ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ
હિરેન રવૈયા/અમરેલી: અમરેલીના સાંસદ નારણ કાછડિયાની મંડળીમાં પ્યુનની નોકરી કરતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે યુવકે આપઘાત શા માટે કર્યો…
ADVERTISEMENT
હિરેન રવૈયા/અમરેલી: અમરેલીના સાંસદ નારણ કાછડિયાની મંડળીમાં પ્યુનની નોકરી કરતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે યુવકે આપઘાત શા માટે કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. યુવકના પાકિટમાંથી બે સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાના માતા-પિતાની માફી માગી છે. હાલમાં પોલીસે યુવકનો મોબાઈલ ફોન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ, યુવકે પ્રેમ પ્રકરણમાં જીવન ટુંકાવી દીધું હોય એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
ઓફિસમાં જઈને યુવકે ખાધો ફાંસો
અમરેલી કલેક્ટર કચેરીની પાછળના ભાગે સાંસદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળી આવી છે. જેમાં આશિષ બગડા નામનો યુવક નોકરી પર સવારે પહોંચ્યો હતો. બાદમાં બાજુની ફોનમાંથી આશિષને ફોન કરતા તે સ્વીચઓફ આવી રહ્યો હતો. આથી ઓફિસમાં જઈને તપાસ કરતા તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા અમરેલીના સાંસદ નારણ કાછડિયા તથા અમરેલી DySPનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
ADVERTISEMENT
ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ
યુવકના ખિસ્સામાંથી બે સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘I Love You મમ્મી-પપ્પા. બહેન પપ્પાનું ધ્યાન રાખજે અને કોઈ તકલીફ પડવા દેતી નહીં, દીકરો બનીને સાચવજે. કાકી-માસી આયુષ, મિત, અનુજ પ્રીતિ હંમેશા તમારી સાથે જ છું. મમ્મી આઈ લવ યુ અને કદાચ જન્મ મળે તો મા આવી જ મળજો. પપ્પા આઈ મિસ યુ મને માફ કરી દેજો તમારા પર આટલુ દુઃખ હોવા છતા આ દુઃખ આપ્યું. બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય.’
ADVERTISEMENT