અમરેલીમાં સૌરાષ્ટ્રની શાન છકડામાં ગુંજી કિલકારી, 108ની ટીમની સુઝબુઝથી બચ્યો માતા-નવજાતનો જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા/અમરેલી: ગૂજરાત સરકાર દ્વારા કાર્યરત અને EMIR ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 108 એમ્બ્યુલન્સ સેવા આજે એક મહિલા અને નવજાત બાળક માટે દેવદૂત સમાન બની હતી. અમરેલી જિલ્લાના રાજુલામાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. 108ની ટીમ ગામમાં પહોંચતા મહિલાને ત્યાં જ પ્રસુતિની પીડા ઉપડી હતી એવામાં 108ની ટીમે છકડામાં જ ડિલિવરી કરાવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

છકડામાં મહિલાની ડિલિવરી કરાઈ
રાજુલાના તાલુકાના વિક્ટર ચોકડી 108ની ટીમને વહેલી સવારે 08:01 કલાકે ખેરા ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ વિક્ટર ચોકડીની 108ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને જોતા છકડો રિક્ષા દ્વારા મહિલાને દવાખાને લઈ જવામાં આવી રહી હતી. પ્રસુતાની તપાસ કરતા છકડો રિક્ષામાં જ મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેની તાત્કાલિક ડિલિવરી કરાવવી પડે એમ હતું. એવામાં 108ની ટીમના ઇ.એમ.ટી. શાફિમહમદ ગાહા અને પાયલોટ ચિંતન દવેની સૂજબુજ અને સમયસૂચતાથી મહિલાની તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી છકડામાંજ સફળતા પૂર્વક સવારે 08:30 કલાકે ડિલિવરી કરાવવામાં આવી હતી.

ADVERTISEMENT

108ની ટીમની સુઝબુઝથી બચ્યા માતા-નવજાતનો જીવ
તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી. ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળકના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું. પરંતુ માતાને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાતી હતી. એવામાં ઉપરી ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી. જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી હતું. બાદમાં બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT