ગુજરાતના 142 તાલુકામાં જળબંબાકાર, ભાવનગરમાં સૌથી વધારે વરસાદ

ADVERTISEMENT

Heavy Rain in Gujarat Bhavnagar
Heavy Rain in Gujarat Bhavnagar
social share
google news

અમદાવાદ : રાજ્યમાં અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ બાદ આજે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાવનગરમાં 5 કલાક ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં કોટડા સાંગણીમાં 3.8, લાલપુરમાં 3.4, ખંભાળીયામાં 3.3, ગાંધીધામ, લોધીકા, શિહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. કલ્યાણપુર, ગઢડા, સુરત શહેર, પાટણ, વેરાવળમાં 2.9, નાંદોદ, ઉમરાળા, રાજકોટ, ભરૂચ અંકલેશ્વર, સુત્રાપાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જામનગર, અંજાર, સોનાગઢ, જેસર અને તીલકવાડામાં 1.9, વાલોદ, ઘોઘા, ઝગડીયા, જસદણમાં 1.8 ઇંચ, લાઠી, ગોંડલ, તલાલા, વાગરા, ડોલવણમાં 1.2 ઇંચ, ધમરપુર, મહુવા, કામરેજ, જોડીયા, ભાણવડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં બઘડાટી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદી તાંડવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે ઓરેન્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું હતું. કચ્છ, પાટણ, મોરબી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યેલો એલર્ટ અપાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT