અમિત શાહનો વડોદરામાં રોડ શો અધુરો છોડી ગયાઃ જુઓ Video, જાણો કેમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરામાં અમિત શાહ દ્વારા જંગી મેદની સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. ડીજે અને ભરપૂર લાઈટીંગ્સ સાથે તેમણે લોકો પર પુષ્પવર્ષા કરી હતી. અમિત શાહે અહીં ટ્રકમાં રોડ શો કર્યો હતો. વડોદરામાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો પ્રતામનગરથી માંડવી અને ત્યાંથી ફતેપુરા થઈને જ્યુબિલીબાગ ખાતે પહોંચશે. જોકે અમિત શાહ અધવચ્ચે માંડવી પાસેથી જ રોડ શો છોડીને જતા રહ્યા હતા.

સ્થાનીક ઉમેદવારો સાથે નીકળ્યા અમિત શાહ
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની બેઠકો પર રાજકીય પાર્ટીઓનો જંજાવાતી પ્રચાર શરૂ થયો છે. 83 બેઠકો પર ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે જ્યારે 93 બેઠકો પર ઉમેદવારોના ભાવી નક્કી થવાને થોડા જ કલાકો બાકી છે ત્યારે જોરશોરથી પ્રચાર થી રહ્યો છે. ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં છે તેઓ હાલ પ્રતાપનગરથી માંડવી અને ત્યાંથી ફતેપુરા થઈને જ્યુબિલીબાગ સુધી રોડ શો કરવાના હતા. વડોદરાના આ વિસ્તારોમાં તેઓ જંગી મેદની, ડીજે, લાઈટ્સ સાથે એક ટ્રકમાં સવાર થઈને રોડ શો કરી રહ્યા હતા. તેમની સાથે સ્થાનીક ઉમેદવારો અને નેતાઓ પણ હતા.

અમિત શાહ કેમ છોડી ગયા રોડ શો
જોકે આશ્ચર્યની વચ્ચે અમિત શાહ અચાનક વડોદરાના માંડવી ગેટ પાસેથી રોડ શો અધુરો મુકીને જ જતા રહ્યા હતા. તેઓ રોડ શો મુકીને અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. બાકીનો રોડ શો અમિત શાહ વગર જ પુરો કરવો પડ્યો હતો. જેના કારણે અચાનક ઉમેદવારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે અહીં રોડ શો અધુરો મુક્યા પછી અમદાવાદના ચાંદખેડામાં સભા સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે 4 વાગ્યે અમિત શાહનો રોડ શો થવાનો હતો પરંતુ તેઓ જ 3 કલાક મોડા આવ્યા હતા તેના જ કારણે રોડ શો પણ મોડો પડ્યો હતો. હવે તેમનું આગામી શિડ્યૂલ ચાંદખેડામાં નિર્ધારિત હતું. તેથી શક્ય છે કે સમય પર અમદાવાદ પહોંચવા માટે તેમણે વડોદરાનો રોડ શો અધુરો મુક્યો હશે.

ADVERTISEMENT

મેનકા ગાંધી અને શંકરસિંહ પણ વડોદરામાં
બીજી બાજુ વડોદરાના માંજલપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના પ્રચાર માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સાંજના સમયે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન કરવાના છે. તે પછી માણેજા ક્રોસિંગ પાસે ફરી એક સભા સંબોધવાના છે. ઉપરાંત બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર તસ્વીન સિંઘ કે જેઓ પણ માંજલપુર બેઠકથી લડી રહ્યા છે તેમના પ્રચાર માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રેલી અને સભા સંબોધવા આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT