લો બોલો! સફાઇ મુદ્દે અમિત શાહે ફોન કરવો પડ્યો અને અહીં પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફ સફાઇ કરવી પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઇ કર્મચારીઓનો વિવાદ વકરતો જ જઇ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા બે ગામોને કોર્પોરેશનમાં ભેળવી દેવાની વાત તો કરવામાં આવી પરંતુ કેટલાક પ્રાણ પ્રશ્નો હજી પણ યથાવત્ત છે. જેમાંસૌથી મોટી સમસ્યા છે સફાઇની. સફાઇની સમસ્યા એટલી મોટી થઇ કે ગૃહમંત્રી સ્થાનિક સાંસદ અમિત શાહે પોતે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરીને નિર્દેશો આપવા પડ્યાં હતા.

અમિત શાહે સફાઇ મુદ્દે પોતે વચ્ચે આવીને અધિકારીઓને ખખડાવ્યા
જો કે અમિત શાહનો ફોન આવતા અધિકારીઓ નિંદર ખંખેરીને ઉભા થયા હતા. આળસ મરડીને ઉભા થયેલા અધિકારીઓએ સ્થાનિક સફાઇ કર્મચારીઓને હાજર થવા નિર્દેશ આપ્યો પરંતુ તેઓ હાજર નહી થતા આખરે બહારના વોર્ડનાં સફાઇ કર્મચારીઓને અહીં મોકલી દેવાયા હતા. જેના કારણે પોતાની માંગણીઓ સંતોષાશે નહી તેવું લાગતા સ્થાનિક કર્મચારીઓએ વિરોધ શરૂ કર્યો હતો.

સફાઇ કર્મચારીઓ દ્વારા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
કોર્પોરેશન દ્વારા માંગ નહી સંતોષવામાં આવતા સફાઇ કામદારાઓએ રોડ પર જ ફિનાઇલ પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઇ કર્મચારીઓએ ફિનાઇલ પી લેતા સારવાર માટે તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે તમામ ખતરાની બહાર છે.

ADVERTISEMENT

બહારના ઝોનના સફાઇ કર્મચારીઓને બોપલ-ઘુમા સોંપાયું
બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઇ કરવા માટે વિવિધ ઝોનના 119 સફાઇ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. સવારે કર્મચારીઓ હાજર થયા ત્યારે વિરોધની શક્યતા જોઇ તમામને પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર, ઉત્તર પશ્ચિમ જોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં સફાઇ થઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT