અમિત શાહે કહ્યું ‘ભાજપ જીતશે તો મુખ્યમંત્રી બનશે….’ જાણો કોનું નામ લીધું

ADVERTISEMENT

amit shah 5
amit shah 5
social share
google news

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે ત્યારે ચૂંટણીમાં ક્યાં કયા પાસા અને ક્યારે નાખવા તે બધા ગણિતોના ભાજપમાં તેમને મહારથી ગણવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં જ આમ આદમી પાર્ટીએ પોતાના સીએમ ફેસ તરીકે ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. આવી જ રીતે અમદાવાદમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચિત દરમિયાન અમિત શાહે પણ ગુજરાતમાં ભાજપ જીતી તો મુખ્યમંત્રી કોણ બનશે તેની વાત કરી હતી. જોકે બધાને આ સવાલના જવાબમાં અમિત શાહ કોનું નામ લેશે તેની અપેક્ષા પહેલાથી જ હતી કે તેઓ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નામ લેશે.

ભુપેન્દ્ર પટેલ જ પહેલી પસંદ
અમિત શાહે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉપરાંત તેમણે જીત પછી મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ છે તેનું નામ જાહેર કરતાં કહ્યું કે ભુપેન્દ્ર પટેલ, તેમણે પાર્ટી ભુપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રી તરીકે યથાવત રાખશે તેવી વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે ભુપેન્દ્ર પટેલ જંગી લીડથી જીતશે તેવી પણ આશાઓ વ્યક્ત કરી દીધી છે. સ્વાભાવીક રીતે માત્ર અમિત શાહ જ નહીં પરંતુ ગુજરાત ભાજપના દરેક નેતા ગુજરાતમાં જંગી લીડ સાથે જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ગુજરાતમાં તેમની સરકાર બનવા જઈ રહી છે તેવા દાવાઓ કરી રહી છે.

ભુપેન્દ્ર પટેલ પાસે છે આ બેઠકનો ઈતિહાસ
ગુજરાત વિધાનસભાની ઘાટલોડિયા બેઠક પરનો ઈતિહાસ જોવા જઈએ તો જ્યારે આનંદિબેન પટેલને અહીંથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે તેઓએ કોંગ્રેસના ઉમેદવારને 1 લાખ મતોની લીડથી હરાવ્યા હતા. જે પછી તેમને મુખ્યમંત્રી પદ પર બેસાડવામાં આવ્યા હતા. જે પછી પાટીદાર અનામત આંદોલન વખતે તેઓ પદ પરથી હટ્યા હતા. આ બાજુ ભુપેન્દ્ર પટેલને આ જ બેઠક પરથી અગાઉ ધારાસભ્ય પદ પર જનતાએ ચૂંટ્યા હતા. જ્યારે વિજય રુપાણીની સરકારને બદલી નાખવામાં આવી ત્યારે ભાજપ દ્વારા ભુપેન્દ્ર પટેલને પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળવા કહ્યું હતું. જોકે આ વખતે કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના દમદાર ખેલાડી તરીકે રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT