અમિત શાહે રામમંદિરની તારીખ કરી જાહેર, આ દિવસે ભવ્ય રામ મંદિર બનીને તૈયાર હશે
Gujarat Panchayat Aajtak: ગુજરાતમાં આયોજીત કાર્યક્રમ પંચાયતમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભામાં જીતના આશાવાદ સાથે કેટલાક મહત્વપુર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં યૂનિફોર્મ…
ADVERTISEMENT
Gujarat Panchayat Aajtak: ગુજરાતમાં આયોજીત કાર્યક્રમ પંચાયતમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભામાં જીતના આશાવાદ સાથે કેટલાક મહત્વપુર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં યૂનિફોર્મ સિવિલ કોડ, રામ મંદિર, જમ્મુ કાશ્મીર અને કલમ 370 સહિત અનેક મુદ્દા આવી લીધા હતા. આ ચર્ચા દરમિયાનતેમણે રામ મંદિરના નિર્માણની તારીખ પણ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, જાન્યુઆરી 2024 ની ટિકિટ તમારે બુક કરાવવી હોય તો કરાવી લેજો. આ મહિનામાં ગગચુંબી રામ મંદિર બનીને તૈયાર થઇ ગયું હશે. રામજીનું ભવ્ય મંદિર આજે તે જ સ્થળ પર બની રહ્યું છે જેનું અમે વચન આપ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, 1950 થી અમે કહેતા આવ્યા છીએ કે, રામ મંદિર તે જ સ્થળે બનશે અને ભવ્ય બનશે. હવે તે સાકાર થવા જઇ રહ્યું છે. આ ઉપરાંત અમે કલમ 370 અંગે પણ કહેતા હતા કે તેને અમે ખતમ કરીશું. આ કામ નરેન્દ્ર મોદીએ કરી દેખાડ્યું છે. રામ મંદિર પણ તે જ ભુમિ પર બન્યું છે જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. કોંગ્રેસના લોકો અમને મ્હેણા મારતા હતા કે, મંદિર ત્યાં જ બનાવીશું પરંતુ તારીખ નહી જણાવીએ. પરંતુ તારીખ નહી હું મહિના સાથે તમને કહી રહ્યો છુ કે, જાન્યુઆરી 2024 માં ત્યાં ભવ્ય રામમંદિર બનીને તૈયાર હશે.
અમિત શાહે કહ્યું કે, ત્રિપલ તલાકની વાત કહી અને કરી બતાવ્યું. કોમન સિવિલ કોડની વાત કરી રહ્યા છીએ તો તેની શરૂઆત પણ થઇ ચુકી છે. આ ઉપરાંત અર્થતંત્રની યાદીમાં આજે 5 મા નંબર પર છીએ. જો કે અનેક એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે, 2026 સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થ તંત્ર હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT