અમિત શાહ અમદાવાદમાં CM ભુપેન્દ્ર પટેલ માટે કરશે પ્રચારઃ ઘાટલોડિયા જ નહીં અન્ય બેઠકો પર પણ અસર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. હાલમાં તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાના મત વિસ્તારોમાં નેતાઓ સાથે નીકળી રહી છે. દરમિયાનમાં ગુજરાતના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. હાલમાં તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાના મત વિસ્તારોમાં નેતાઓ સાથે નીકળી રહી છે. દરમિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે ઘાટલોડિયા બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા માટે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે ભલે ઘાટલોડિયા મતવિસ્તારમાં તેમની આ રેલી રહી પરંતુ તેની અસર અન્ય બેઠકો પર પડશે તેવું ગણિત રાજકીય પંડિતો ગણી રહ્યા છે.
કેસરિયા રેલીમાં બંને સાથે
ગજરાત વિધાનસભાની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભુપેન્દ્ર પટેલને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ તરફ કોંગ્રેસે પણ આ બેઠક પર પોતાના પ્રખર વક્તા અમિબેન યાજ્ઞિકને તેમની સામે પડકાર ફેંકવા ઉતાર્યા છે. દરમિયાનમાં બંને પક્ષો વચ્ચે આ બેઠક પર મતદારોને આકર્ષવાનું ધમાસાણ થવું સ્વાભાવીક છે. જોકે વર્ષોથી ભાજપનો ગઢ ઘણાતી આ બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે જીત્યા છે. હવે આ બેઠક પર મુખ્યમંત્રી સાથે આવતીકાલે સવારે મહારાણા પ્રતાપ ચોક પર અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલ બંને મળીને કેસરિયા રેલી કરવાના છે.
ભુપેન્દ્ર પટેલ બુધવારે ફોર્મ ભરશે
આ ઉપરાંત એસજી હાઈવે સોલા ખાતેના સોલા ભાગવત પાસેના ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે. જેના પછી બપોરના સમયે તેઓ ઘાટલોડિયા મામલતદાર કચેરી ગોતા બ્રીજ પાસે જઈને ભુપેન્દ્ર પટેલનું ફોર્મ ભરવા જવાના છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના આ ત્રણ વિસ્તારો ગોતા, ઘાટલોડિયા અને સોલામાં તો તે રેલીની અસર થવાની જ છે પરંતુ આ ઉપરાંત પોતાની અગાઉની પરંપરાગત બેઠક નારણપુરામાં પણ તેની અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત અમદાવાદની ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની બેઠકો પર પણ અમિત શાહની આ રેલી નિર્ણયાક ભૂમિકા ભજવી દે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT