ગુજરાતમાં રોકાણ માટે અમેરિકન કંપની ઉતાવળી બની! PM મોદીના US પ્રવાસના 5 દિવસમાં જ MoU
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાના રાજકીય પ્રવાસે હતા. ચાર દિવસના US પ્રવાસ દરમિયાન PM મોદીએ અમેરિકાના અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયે…
ADVERTISEMENT
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાના રાજકીય પ્રવાસે હતા. ચાર દિવસના US પ્રવાસ દરમિયાન PM મોદીએ અમેરિકાના અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયે અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોને ગુજરાતમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ રોકાણની જાહેરાતના 5 દિવસમાં જ કંપની આજે રોકાણના MoU ગાંધીનગરમાં કરવા જઈ રહી છે. કંપની સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકન કંપની સાણંદમાં સ્થાપશે પ્લાન્ટ
આજે સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં નવા સચિવાયલય ખાતે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માઈક્રોન ટેકનોલોજી ગુજરાત સરકાર સાથે MoU કરશે. કંપની ગુજરાતમાં 22540 કરોડનું રોકાણ કરીને સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે, જેમાં સેમિકન્ડક્ટર મેમરી ચીપ તૈયાર કરવા તથા ટેસ્ટિંગ, પેકેજિંગ અને માર્કઅપ સહિતની કામગીરી કરવામાં આવશે. આ પ્લાન્ટથી પ્રત્યક્ષ રીતે ગુજરાતમાં 5000 લોકોને રોજગારી મળશે.
ADVERTISEMENT
પીએ મોદી માઈક્રોનના સીઈઓને મળ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુએસ મુલાકાત દરમિયાન માઈક્રોનના સીઈઓ સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કંપનીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. સંજય મેહરોત્રાએ કહ્યું હતું કે, સ્થાનિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ભારત જે પગલાં લઈ રહ્યું છે તેનાથી અમે ઉત્સાહિત છીએ. હું ભારત સરકાર અને સામેલ તમામ અધિકારીઓનો આભારી છું જેમણે આ રોકાણ શક્ય બનાવ્યું છે. ભારતમાં અમારું નવું એસેમ્બલી અને પરીક્ષણ સ્થાન માઈક્રોનને અમારા વૈશ્વિક ઉત્પાદન આધારને વિસ્તારવા અને ભારત સહિત વિશ્વભરના અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા સક્ષમ બનાવશે.
કેટલા લોકોને મળશે રોજગારી?
કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થવાની આશા છે. જેમાં પ્રથમ તબક્કામાં 500,000 ચોરસ ફૂટ આયોજિત ક્લીનરૂમ જગ્યાનો સમાવેશ થશે, તે 2024 ના અંતમાં કાર્યરત થવાનું છે. માઈક્રોન ટેક્નોલોજી અનુસાર, બંને તબક્કાઓ દ્વારા લગભગ 5,000 નોકરીઓ સીધી રીતે ઉપલબ્ધ થશે. જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રોજગાર મળતો રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT