AMCનું સરાહનીય પગલું, 15મી ઓગસ્ટ બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે માટે લીધો આ મોટો નિર્ણય
અમદાવાદ: આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાવ્યું હતું. જેમાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન લોકોને…
ADVERTISEMENT
અમદાવાદ: આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાવ્યું હતું. જેમાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન લોકોને ઘર, ઓફિસ કે કામના સ્થળે તિરંગો ફરકાવવા આહવાહન કરાયું હતું. જેને પગલે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકોએ રસ્તા, ઘર, ઓફિસ સહિતના સ્થળોએ તિરંગો ફરકાવ્યો હતો. જોકે સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ રાષ્ટ્ર ધ્વજનું સન્માન જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ લોકો રાષ્ટ્રધ્વજને AMCને પરત કરી શકશે. AMC આ રાષ્ટ્રધ્વજને પરત લઈને તેનું સન્માન જળવાય તે માટેની વ્યવસ્થા કરશે.
ક્યાં જમા કરાવી શકાશે રાષ્ટ્રધ્વજને?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનના આહવાહન બાદ જાણકારોને રાષ્ટ્રધ્વજના અપમાનનો ડર સતાવતો હતો. અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. એવામાં હવે સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જે વ્યક્તિએ રાષ્ટ્રધ્વજ ઘરે ન રાખવો હોય તે નજીકના સિવિક સેન્ટક, વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજને પરત કરી શકે છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાનો ભંગ ન થાય અને રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે માટે AMC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
શું છે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા?
દેશમાં આઝાદી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે ત્યારે હવે દેશમાં રાષ્ટ્રધ્વજને લઈને નિયમોમાં ઘણા ફેરફાર થયા છે. પરંતુ આ ફેરફાર વચ્ચે પણ હજુ અમુક નિયમો હેઠળ જો રાષ્ટ્રધ્વજનું સન્માન ન જાળવવામાં આવે તો જેલની સજા પણ થઈ શકે છે.
ADVERTISEMENT
નિયમો અનુસાર રાષ્ટ્રધ્વજમાં કોઈ ચિત્ર કે ફોટોગ્રાફનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફાટેલો અને ધૂળ વાળો મેલો ધ્વજ ફરકાવી ન શકાય. ધ્વજ સાથે કોઈપણ રીતે છેડછાડ થવી જોઈએ નહીં. જ્યાં તિરંગો લહેરાવવામાં આવે છે, તે ટોચ પર હોવો જોઈએ. એટલે કે આનાથી ઉંચો અન્ય કોઈ ધ્વજ ન હોવો જોઈએ. જે સ્તંભ પર ધ્વજ લગાવવામાં આવ્યો હોય તેના પર કોઈપણ પ્રકારની જાહેરાત ન હોવી જોઈએ. એટલે કે રાષ્ટ્રધ્વજનો કોમર્શિયલ હેતુઓ માટે ઉપયોગ કરી શકાતો નથી.
20 જુલાઈ 2022ના રોજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં સુધારા પછી, જ્યાં ધ્વજ ખુલ્લામાં ફરકાવવામાં આવે છે અથવા નાગરિક પોતાના નિવાસસ્થાન પર લગાવી શકે છે. હવે તે દિવસ-રાત લહેરાવી શકાય છે. જ્યારે અગાઉ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ત્રિરંગો લગાવવાની છૂટ મળતી ન હતી.
ADVERTISEMENT
દેશમાં કાગળના ધ્વજ ઉપયોગ વ્યાપક પ્રમાણે થાય છે, પરંતુ આવા ધ્વજ થોડા સમય બાદ સન્માન જળવતું નથી. રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તિરંગાનો ઉપયોગ કર્યા પછી, તેને મર્યાદિત રીતે એકાંતમાં રાખવું જરૂરી છે. ધ્વજ સંહિતા અનુસાર, દેશનો ધ્વજ કોઈપણ પરિસ્થિતિમાં જમીન કે પાણીના સંપર્કમાં ન હોવો જોઈએ. જો તેને કોઈપણ રીતે નુકસાન થયું હોય, તો તેને એકાંતમાં સન્માન સાથે તેનો યોગ્ય રીતે નાશ કરવો જોઈએ.
ADVERTISEMENT
થઈ શકે છે આટલી સજા
કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે અથવા નિયમોની વિરુદ્ધ ધ્વજ ફરકાવે છે, તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની સજા થઈ શકે છે. વ્યક્તિને જેલ અને દંડ બંનેની સજા થઈ શકે છે.
ADVERTISEMENT