અમદાવાદમાં સોસાયટી બહાર કચરો નાખ્યો તો રૂ.10 હજારનો દંડ, AMCની 100 ટીમો આજથી તપાસમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં આજથી મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરાના નિકાલ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. જે માટે 30 સભ્યોની એક એવી 100 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો શહેરભરમાં ફરશે અને જાહેરમાં તથા સોસાયટીની બહાર કચરો ઠાલવનારા લોકોને દંડ ફટકારશે. સોસાયટીના ગેટ પાસે જો કચરો મળશે તો સોસાયટીને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

ચાના કપ, પ્લાસ્ટિકની થેલી સામે પણ ઝુંબેશ
આ સાથે જ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમોને કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો પરત લેવાની વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના અપાઈ છે. આગામી સમયમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં હજુ પણ રોજ 20 લાખ ચાના કપ કચરામાં આવી રહ્યા છે. એવામાં AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો પેપર કપ સામે પણ ઝુંબેશ શરૂ કરશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી સામે પગલા લેવાશે.

છેલ્લા 10 દિવસમાં 930 એકમોને દંડ
નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં શહેરમાં ગંદકી કરતા 930 એકમોને દંડ કરીને 74,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં એક 2 વાહનો, 1 પેડલ રીક્ષા અને 1 એકમ સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા લોકો પાસેથી દંડ પેટે 1.14 લાખ વસૂલ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT