AMCની સ્માર્ટ સ્કૂલમાં સફાઈના જ ઠેકાણા નથી! શિક્ષકની હાજરીમાં બાળકો પાસે સફાઈ કામ કરાવાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદમાં AMC સંચાલિત સ્કૂલમાં ભણવા માટે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવાતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્કૂલમાં બાળકો પાસે કરાવાતી આ મજૂરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના મત વિસ્તારમાં જ બાળકોની આવી સ્થિતિને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

સવારે 7 વાગ્યામાં બાળકો કરે છે સ્કૂલની સફાઈનું કામ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ગોતા હાઉસિંગ અનુપમ સ્માર્ટ શાળામાં સવારે 7 વાગે સ્કૂલ શરૂ થાય એની પેહલા બાળકો પાસે સ્કૂલની સાફ-સફાઈ કરાવામાં આવે છે. જે કામ સફાઈ કામદારોનું છે, જેના માટે સરકાર બજેટ ફાળવે છે પરંતુ શિક્ષકોની હાજરીમાં બાળકો સવારે પ્રાર્થના અને ભણવાની જગ્યાએ સાફ-સફાઈ કરે એ ખુબ જ દુખનીય છે.

AAP દ્વારા વીડિયો બહાર પડાયો
AAPના પ્રદેશ પ્રવક્તા ડો. કરણ બારોટ દ્વારા આ વીડિયો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે અનુપમ સ્માર્ટ શાળામાં માહિતી મળતા અમે તપાસ કરવા આવ્યા તો બાળકો સ્કૂલનો ગેટ, મેદાન સહિતની જગ્યાએ સફાઈ કરજા જોવા મળ્યા હતા. ગુજરાત સરકારનું લાખો કરોડોનું બજેટ છે છતાં આ માટે બજેટ ફાળવાતું નથી. અમે સ્કૂલના શિક્ષકને પણ વાત કરી તો તેમણે કહ્યું, મહિને સફાઈ કામદાર માટે 1600-1700 રૂપિયા મળે છે, તેમાં સ્કૂલની સફાઈ થતી નથી એટલે અમે સ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરાવીએ છીએ. જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટાઈને આવે છે અને દેશના ગૃહમંત્રીનું જે લોકશાભા ક્ષેત્ર છે ત્યાં બાળકોને સવારે સાફસફાઈ કરવી પડે તે યોગ્ય નથી. સરકારને અને મુખ્યમંત્રીને નિવેદન છે કે આના પાર ત્વરિત પગલાં લેવામાં આવે.

ADVERTISEMENT

સ્કૂલ બોર્ડના ચેરમેને શું કહ્યું?
આ અંગે અમે AMCના સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આવું મારા ધ્યાનમાં નથી આવ્યું, હું જોવડાવી લઉં છું. જરૂર લાગશે તો તપાસના આદેશ આપી દેવામાં આવશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT