‘એમ્બ્યૂલન્સને જવા દો પહેલા…’- CM ભુપેન્દ્ર પટેલે મોરબી મુલાકાત વખતે કાફલો રોકાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીમાં રવિવારે સાંજે જે ઘટના બની તેના કારણે દેશ-દુનિયામાં લોકોના મન દ્રવી ઉઠ્યા. આ પુલ પર હાજર લોકોની સલામતી માટે ઘણાઓએ પ્રાથનાઓ પણ કરી. મોરબીની આ ઘટના દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અસરગ્રસ્તો અને સ્થળની મુલાકાત લેવા મોરબી દોડી આવ્યા હતા. દરમિયાન તેમના કાફલા સાથે એક એમબ્યૂલન્સનો રસ્તો રોકાઈ જશે તેવું માલુમ પડતાં તેમણે તુરંત કાફલાને કહ્યું કે એમ્બ્યૂલન્સને જવાદો. બસ તુરંત તેમનો કાફલો એક તરફ થયો અને એમ્બ્યુલન્સને રસ્તો મળ્યો હતો.

મોરબીમાં મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનામાં લગભગ 137થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘણા હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં ઘણા પરિવારો વિખેરાઈ ગયા. ઘણાએ પોતાના વ્હાલાઓને માત્ર થોડા જ કલાકો પહેલા જોયા અને હવે તેઓ કાયમ માટે અલવીદા કહી ગયા. આ ઘટનાએ માત્ર લોકોનો જ ભોગ લીધો નથી પરંતુ તેમની ભાવનાઓ અને તેમના સ્નેહિઓ માટેના પ્રેમનો પણ ભોગ લેવાયો છે. આ ઘટનામાં જે લોકો જવાબદારો છે તેમની સામે પગલા લેવાય તેવી માગ તો ઉઠી જ છે પરંતુ તે આ ઘટનાનો જાણે યોગ્ય ન્યાય ન હોય તેવું દરેકનું મન કહે છે. આ ઘટના જેવી બીજી ઘટનાઓ ન બને અને આવી પીડા અન્યોને ન મળે તે માટે વિકાસ કાર્યોમાં અધધધ રૂપિયા વાપરવામાં આવે છે ત્યારે તે રૂપિયો યોગ્ય સલામતી આપે છે કે કેમ તે પણ ચોક્કસ ચકાસવું રહ્યું. કારણ કરોડો ખર્ચીને પણ સ્નેહીઓ પાછા આવતા નથી, દોષિઓને દંડ કરે સ્નેહીઓ પાછા આવતા નથી. કડક પગલા લીધે, રાહત કાર્યો કરવાથી કે પછી સહાયની રકમ જાહેર કરી દેવાથી સ્નેહીઓ પાછા આવતા નથી. તેથી સ્નેહીઓની સલામતીનો વિશ્વાસ લોકોમાં બેસે તે વધુ જરૂરી બન્યું છે.


ખાસ કરીને મોરબી માટે આ બીજી મોટી એવી હોનારત છે કે જેમાં મચ્છુ નદીને ફરી લોકોના આંસુ જોવા પડ્યા છે. આ તકે આવતીકાલે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે તેવી જાણકારી મળી છે ઉપરાંત આજે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે રાહત કાર્યો અને સેવાકાર્યો કરતા લોકો વચ્ચે તેઓ ઊભા રહ્યા. તેઓનો કાફલો જ્યારે સ્થળ મુલાકાત લીધી ત્યારે રસ્તા પરથી જતો હતો ત્યારે એક ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પસાર થતી હતી, ત્યારે મુખ્યમંત્રીએ કાફલો એક તરફ લેવાનું કહીને એમ્બ્યૂલન્સને માર્ગ આપ્યો હતો. આ ઉપરાંત માર્ગ પરથી પસાર થતી વખતે કોન્વોયના સાયરન પણ બંધ કરીને મલાજો જાળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT