અંબાલાલની લેટેસ્ટ આગાહીઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તોફાની મેઘતાંડવ, નદીઓ થશે ગાંડીતૂર

ADVERTISEMENT

Ambalal Patel Rain Forecast
અંબાલાલની લેટેસ્ટ આગાહી
social share
google news

Ambalal Patel Rain Forecast : ગુજરાત પર વરસાદ લાવનારી સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે, જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધારા વરસાદ પડવાથી નદીઓ બે કાંઠે વહી રહી છે. છેલ્લા 24 કલાકમાં દરમિયાન દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે દ્વારકામાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી દ્વારકામાં  અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે  24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં પડશે ભારે વરસાદઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આગામી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા

આ સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની અંબાલાલ  પટેલે આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો 
ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

ADVERTISEMENT

આવતા મહિને પણ પડશે ભારે વરસાદઃ અંબાલાલ પટેલ

આ સાથે આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 

હવામાન વિભાગે શું કરી આગાહી?

તો સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વલસાડ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે. હવાનાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. 

ADVERTISEMENT

આવતીકાલે ક્યાં પડશે વરસાદ?

રવિવારે સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની પણ શક્યતા છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT