અંબાલાલ પટેલે કહ્યું, આ તારીખ સુધી રહેશે વાવાઝોડાનો પ્રકોપ, ચોમાસાને લઈને પણ ચેતવણી
અમદાવાદ: ગુજરાતમાં બઈપોરજોય વાવાઝોડું તો પસાર થયું પરતું તેમની અસર અને ચોમાસાને લઈ સૌને સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં બઈપોરજોય વાવાઝોડું તો પસાર થયું પરતું તેમની અસર અને ચોમાસાને લઈ સૌને સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસું મોડું બેસે તેવું વર્તાઇ રહ્યું હતું. ત્યારે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે, 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે.
વાવાઝોડાની અસર અને ચોમાસાને લઈ આગાહી કરતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. આગામી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
અહી વરસાદની સંભાવના
IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
રાજ્યમાં એક પણ મોત વાવાઝોડાથી નથી થયું
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા છે. ત્યારે વાવાઝોડાને પગલે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. બીજી તરફ કેશ ડોલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT