ગુજરાતમાં વાવાઝોડા બાદ મોટી આફતના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ઉનાળામાં ચોમાસા જેવુ વાતાવરણ રહ્યું છે. આ દરમિયાન હવે ચોમાસામાં વરસાદને લઈ રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન બિપોરજોય વાવાઝોડના કારણે વરસાદ આવ્યો પરંતું ચોમાસું મોડું મેસવાની શક્યતા છે. ત્યારે હવે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતૃ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જલદી ચોમાસું ગુજરાતમાં આવી થશે અને ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી ધમાકેદાર હશે.

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા જિલ્લામાં વરસાદ તૂટી પડશે. નર્મદા બે કાંઠે વહેશે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.    ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં 200 એમએમથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. 300 એમએમ ઉપરનો વરસાદની શક્યતા રહેશે.

ADVERTISEMENT

નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા
25થી 30 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે. સાબરમતી નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતા રહેશે અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે.

    follow whatsapp

    ADVERTISEMENT