અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીઃ સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ
Ambalal Patel Rain Forecast: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ADVERTISEMENT
Ambalal Patel Rain Forecast: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ અને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થયું છે. જો કે ગઈકાલથી વરસાદી માહોલ શમી ગયા બાદ હવે સામાન્ય જનજીવન પાટા પર ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલની 'ભારે' આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે
ગુજરાતમાં 'મેઘો' મુશળધાર
ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ દ્વારકામાં 7 ઈંચ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં 5 ઈંચ નોંધાયો હતો. જૂનાગઢની વાત કરીએ તો ગઈકાલથી વરસાદે વિરામ લીધો હોવા છતાં ઓજત નદીના કારણે ઘેડ પંથકના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. માંગરોળ સ્થિત ઘેડ પંથકના ઓસા, ફુલરામા, બગસરા, ભાત્રોટ, ઘોડાદર, શર્મા, સામરડા સહિતના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન છે અને અવરજવર માટે ટ્રેક્ટર અને જેસીબી જેવા વાહનોનો ઉપયોગ કરવો પડે છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 38% થી વધુ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 55% વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં, સિઝનનો સરેરાશ 50% વરસાદ કચ્છ પ્રદેશમાં, 39% દક્ષિણ ગુજરાતમાં, 23% ઉત્તર ગુજરાતમાં અને 23% પૂર્વ-મધ્ય ગુજરાતમાં પડ્યો છે. .
આ પણ વાંચો
ADVERTISEMENT
હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે 25 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. આ સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્રમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ માટે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, હવામાન વિભાગે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે. ઓરેન્જ એલર્ટ સાથે આજે નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે પોરબંદર, દ્વારકા અને ગીરસોમનાથમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT