વરસાદનો વરતારો: નવરાત્રીની પાંચમે ગાડલી જોઈને અંબાલાલ પટેલે આ વર્ષે કરી મોટી આગાહી
અમદાવાદ: ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોઈને આખું વર્ષ કેવું રહેશે તેનું તારણ લગાવવામાં આવતું હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના પાચમા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ…
ADVERTISEMENT
અમદાવાદ: ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોઈને આખું વર્ષ કેવું રહેશે તેનું તારણ લગાવવામાં આવતું હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના પાચમા નોરતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગાડલી જોઈને આ વર્ષનું અનુમાન લગાવ્યું હતું. જે મુજબ આ વર્ષે સારું રહેશે તેવું અનુમાન લગાવાયું છે.
ગાડલી પરથી વર્ષનો વરતારો
ચૈત્ર સુદ પાંચમના દિવસે સંધ્યા પાછી ગાડલી જોઈને આ તારણ લગાવવામાં આવે છે. જેમાં રોહિણી નક્ષત્રના ઝુમખા પરથી આ અનુમાન લગાવાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્રના ઝુમખાના ઉત્તર બાજુ ચંદ્ર જોવા મળ્યો હતો. એવામાં આ વર્ષે એકંદરે સારું રહેશે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે.
કેવી રીતે ગાડલી જોઈને કરાય છે વરતારો
નોંધનીય છે કે, ગાડલી ચૈત્ર સુદ પાંચમના દિવસે જોવામાં આવે છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાનું સમુહ હોવાથી અને ગાડા જેવો તેનો આકાર હોવાથી તેને ગાડાલી કહેવાય છે. જેમાં આગળના 4 તારાનો ભાગ ગાડાની બેઠક અને ઉપરનો ભાગ ધોસરો ગણાય છે. જો ગાડલીથી ચંદ્રમાં આગળ હોય તો વર્ષ સારું રહે છે અને વેપારીઓને લાભ થાય છે. ધોસરોથી ઉપર ચંદ્રમાં હોય તો વેપારીઓને લાભ થાય છે. અને ગાડા વચ્ચે ચંદ્ર હોય તો દુષ્કાળ ગણવામાં આવે છે. આવી જ રીતી ગાડલીથી ઉત્તરમાં ચંદ્ર હોય તો વેપારીને સાધારણ વર્ષ જાય છે અને ચંદ્ર ગાડલીથી પછવાડે હોય તો વર્ષ સારું જાય છે.
ADVERTISEMENT
અગાઉ હોળીની જ્વાળા પરથી કર્યો હતો વરતારો
નોંધનીય છે કે, આ વર્ષે હોળીનો વર્તારો જોઈને પણ અંબાલાલ પટેલે વર્ષ દરમિયાનના ચોમાસાની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતનું આગામી વર્ષ તોફાની રહેશે. ગુજરાતમાં વરસાદ જેટલો જોઇએ તેટલો જ પડશે પરંતુ તે તોફાની વરસાદ હોવાના કારણે ખેડુતોને નુકસાની વેઠવાનો વારો આવશે. આ ઉપરાંત રાજનીતિ અંગે પણ તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે, વાયવ્ય તરફ તોફાની જ્વાળાઓ થવાના કારણે રાજકીય રીતે પણ આગામી વર્ષ ઉથલપાથલ યુક્ત રહેશે. રાજકારણમાં મોટા ફેરફારો નહી પરંતુ સામાન્ય તણખા જરવા જેવી બાબતો આવે. સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT