અંબાલાલ પટેલની આગાહી: વરસાદ હજુ ગયો નથી, બે-બે સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ભૂક્કા બોલાવશે

ADVERTISEMENT

Gujarat Rain
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
social share
google news

Gujarat Rain Forecast: ગુજરાતમાં સારા વરસાદ બાદ હાલમાં થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ સીઝનનો લગભગ 50 ટકા જેટલો વરસાદ જ પડ્યો છે. જોકે આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને સારી આગાહી કરી છે. તેમના મુજબ ગુજરાતમાંથી હજુ ચોમાસું ગયું નથી અને આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી બે-બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થશે

અંબાલાલ પટેલ મુજબ, આગામી 3 દિવસ બાદ રાજ્યમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. નવી બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસશે. 20થી 30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ બનશે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કર્ણાટક સુધી વરસાદ લાવશે. આ બાદ 25થી 30 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે. 

ક્યાં-ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

આ દરમિયાન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આમ 20થી 30 ઓગસ્ટ સુધીમાં બે મજબૂત સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, જેના કારણે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરાદ થઈ શકે છે. જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અમદાવાદ-ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT