‘બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન, ઘેરાવો ઘણો મોટો છે’ ગુજરાતમાં ભારે વરસાદ અંગે અંબાલાલ પટેલે આપી આ તારીખો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાત પર વધુ એક વખત ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અને જેમની આગાહી પર લોકો પણ હવે આંખ બંધ કરીને વિશ્વાસ કરતા થયા છે તેવા અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વખત ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કઈ કઈ નદીઓના જળસ્તર જોખમી રીતે વધી શકે છે તેની પણ વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં ઊભા થયેલા ડીપ ડિપ્રેશનના ઘેરાવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ ઘેરાવો ઘણો જ મોટો હોવાનું તેમણે કહ્યું છે. જેના કારણે ગુજરાતમાં કેવી કેવી વાતાવરણની અસરો જોવા મળશે તે અંગે તેમણે વાત કરી છે. આવો જાણીએ તેમણે શું કહ્યું છે.

‘એક ઉપર એક 14 ગાડીઓ ફરી વળી’- અમેરિકામાં ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત

આ વિસ્તારોમાં ભારે વરસાદનું જોખમ

તેમણે કહ્યું કે, હમણા બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન છે. ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં જ ધીમે ધીમે મધ્યપ્રદેશના ભાગો સુધી આવી જશે, જેનો ઘેરાવો ઘણો મોટો છે. જેથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજે 3જી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ ઓછો હશે પરંતુ આગામી તા. 4, 5 અને 6 ઓગસ્ટમાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ રહેશે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ રહેશે. આહવા, વલસાડમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. નવસારી, સુરત, સૌરાષ્ટ્ર, ભરૂચમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ વહન મોટું છે, તેનો ઘેરાવો મોટો છે તેનાથી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ પડશે.

ADVERTISEMENT

નદીઓના જળસ્તર વધશેઃ અંબાલાલ પટેલ

તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં વરસાદ પડતા નર્મદાના પાણી વધશે અને સરદાર સરોવરન ડેમ છલકાવાની સંભાવના છે. નર્મદા નદી બે કાંઠે થશે. તાપી નદી પણ બેકાંઠે થવાની શક્યતા છે. સાબરમતિ નદીમાં પણ જળસ્તર વધશે જેથી નદી બેકાંઠે થઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતની કેટલીક નદીઓમાં પૂર જેવી સ્થિતઓ રહેશે. ઓરિસ્સા સહિત કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT