અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહીઃ અહીં પડશે ભારે વરસાદ, અહીં રહેશે સામાન્ય- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પ્રકોપની સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય અમથા વરસાદમાં પણ આપણે શહેરોને પાણી પાણી થતા જોયા છે જ્યારે ભારે વરસાદમાં ગામે ગામ બેટમાં ફેરવાતા પણ જોયા છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. જોકે અત્યારે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી અંગે વાત કરીશું. તેમણે શું કહ્યું છે તે અંગેનો તેમનો વીડિયો પણ અહીં રજુ કરવામાં આવ્યો છે.

પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ કે નહીં? MLA હાર્દિક પટેલે જુઓ શું કહ્યું

3થી 5 ઓગસ્ટ અને 8-9 ઓગસ્ટે વરસાદ

જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે વરસાદને લઈને આગાહી કરતા કહ્યું કે, ઓગસ્ટ માસમાં પૂર્વ ભારતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ બિહારના ભાગોમાં અને કેટલાક પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતમાં વરસાદ પડે છે. પૂર્વ વરસાદ ઓછો થશે ત્યારે સિંધમાં વરસાદ રહેશે. સોમાલિયાથી આવતા ગ્રીનગટ્સ જોરદાર છે જેના કારણે ગુજરાતના ભાગોમાં પણ વરાસદ રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ માસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં 3 અને 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેવાની સંભાવના રહેશે. ત્યાર પછી 8 અને 9 ઓગસ્ટે પણ વરસાદ રહેવાની સંભાવના છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT