શ્રદ્ધાને પુરાવાની શી જરૂર? અંબાજી ચાલીને જતો બકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : મેળે જવું એ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં આજે પણ એક લહાવો માનવામાં આવે છે. લાખો ભક્તો પદયાત્રા દ્વારા અને વાહન દ્વારા ભાદરવીના મેળે ઉમટી પડતા હોય છે. જેની પાસે જે પ્રકારના સંસાધનો હોય તેની સાથે માતાજીના દરબારમાં હાજર થવા માટે પહોંચી જતા હોય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં આસ્થાની અલગ જ ઘટનાઓ બનતી જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બકરો માતાજીના દર્શન કરવા માટે જતો હોવાનું સામે આવ્યું છે.

પીપલોદના સંઘ સાથે બકરો રથની આસપાસ જ રહે છે
પીપલોદના એક સંઘમાં બકરો પણ સાથે ચાલી રહ્યો હોવાની વાતથી ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. મુંગા પ્રાણીઓમાં પણ શ્રદ્ધા હોય છે તેનો પુરાવો આ બકરો છે. સંઘમાં જતા લોકો સાથે બકરો પણ રોજેરોજ ચાલતો જાય છે. જ્યાં સંઘ રાત્રી રોકાણ કરે ત્યાં બકરો પણ આસપાસ પોતાની રીતે ચરીને આવી જાય છે. જ્યારે સવારે સંઘના લોકો નિકળવાનું શરૂ થાય તો બકરો પણ તેમની સાથે ચાલવા લાગે છે.

બકરાની નિયમિતતા જોઇને સંઘમાં જતા લોકો પણ આશ્ચર્યચકિત
બીજી સૌથી મહત્વની બાબત છે કે, આ બકરો અન્ય લોકો સાથે કે અન્ય કોઇની સાથે ચાલતો નથી. જે સંઘ છે તેની સાથે જ રહે છે. સંઘના રથની આસપાસ જ તે રહેવાનો પ્રયાસ કરે છે. મોટે ભાગે રાત્રે પણ રથની આસપાસ જ સુઇ જાય છે. ઠંડી, કે વરસાદ ગમે તેવા વાતાવરણમાં તે સંઘની સાથે જ ચાલ્યા કરે છે.
(વિથ ઇનપુટ હિતેશ સુતરિયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT