AMBAJI મંદિરનો મોહનથાળ હવે ISKCON બનાવશે, લોકસભાને ધ્યાને રાખી સરકારે વિવાદ ત્વરાથી ઉકેલ્યો

ADVERTISEMENT

Ambaji Temple issue
Ambaji Temple issue
social share
google news

Ambaji મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે. અગાઉ આ પ્રસાદ બંધ કરી દેવાના કારણે વિવાદ ચગ્યો હતો તો હવે આ મોહનથાળમાં વપરાતા ઘીમાં ભેળસેળની ઘટના બાદ વિવાદ ચગ્યો છે. જો કે સરકાર લોકસભા ચૂંટણીને જોતા હવે આ વિવાદને અગાઉના વિવાદની જેમ લાંબો ખેંચાવા માંગતી નથી. તેથી તત્કાલ ધોરણે સમગ્ર કોન્ટ્રાક્ટ અન્ય કંપનીને સોંપી દેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા મોહિની કોન્ટ્રાક્ટરને મોહનથાળનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જો કે ભેળસેળીયા ઘી મામલે તેને હવે બ્લેક લિસ્ટેડ કરી દેવામાં આવી હતી. હવે નવો કોન્ટ્રાક્ટ પ્રાયોગિક ધોરણે કોન્ટ્રાક્ટ ટન સ્ટોન (ISKCON ગ્રુપના અક્ષયપાત્ર ગ્રુપની ભગીની સંસ્થા)ને સોંપવામાં આવ્યો છે. આગામી છ મહિના સુધી પ્રાયોગિક ધોરણે ટચ સ્ટોનને આ કામગીરી સોંપવામાં આવી છે. ત્યાર બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2012 થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશને જ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના સંચાલનની કામગીરી કરી હતી. જો કે હવે વધારે એક વખત આ કોન્ટ્રાક્ટ એજન્સીને ફાળવવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, અક્ષયપાત્ર ફાઉન્ડેશન સરકારનાં અન્ય ઘણા મોટા કોન્ટ્રાક્ટ સાથે પણ સંકળાયેલું છે.

ADVERTISEMENT

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે, મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઇ રહે તે માટે દરખાસ્તને અનૂરૂપ નિર્ણય લઇને ટચ સ્ટોન ફાઉન્ડેશનને સમગ્ર કામગીરી સોંપવામાં આવી છે. આગામી છ મહિના માટે આ પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા સંભાળવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT