નવરાત્રીમાં અંબાજી માતાને લાખો રૂપિયાનું સોનુ થયું અર્પણ, આંકડો જાણી ચોંકી ઉઠશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપુત/અંબાજી : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં ભાદરવી પૂનમનો મહામેળો સુખ સંપન્ન રીતે પૂર્ણ થયા બાદ આસો નવરાત્રી પર્વ પણ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે આસો નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભક્તોએ સોનું અને ચાંદી ભેટ આપીને માતાજીનો ભંડારો છલકાવી દીધો હતો.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવીએ આ અંગે જણાવ્યું કે, કુલ 1 કિલો જેટલું સોનુ એકત્ર થયું છે. જેમાં ઘરેણા અને લગડીનો પણ સમાવેશ થાય છે. જેમાં સોનાની લગડીઓ 835 ગ્રામ અને સોનાના દાગીના 185 ગ્રામ આ પ્રકારે કુલ સોનુ 1 કિલો જ્યારે ચાંદીના દાગીના 2625 ગ્રામ એટલે કે અઢી કીલોથી વધારે ચાંદી પ્રાપ્ત થઇ છે.

અંબાજી મંદિર ખાતે ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અમુક ભકતો માતાજીનાં મંદિરે સોનું ચાંદી ભેટ આપીને માતાજીનો ભંડારો છલકાવી દેતા હોય છે. જેમાં સુવર્ણ શિખર માટે 835 ગ્રામ સોનું ભેટ આવેલ છે જ્યારે સોનાના દાગીના જેમાં હાર, બુટ્ટી અને અન્ય સોનાની વસ્તુઓ દાન આવી છે જે 185 ગ્રામ છે જયારે ચાંદીના દાગીના જેમાં ચાંદીના વાઘ, ગરબા અને અન્ય વસ્તુઓ દાન આવી છે જે 2 કિલો 625 ગ્રામ ચાંદીના દાગીના છે.

ADVERTISEMENT

બીજા નોરતે અને આઠમા નોરતે 251 અને 250 ગ્રામ સોનું દાન આવ્યુ
અંબાજી મંદિર ખાતે વિવિધ ભકતો સોનું દાન આપતા હોય છે. જેમા એક ભક્ત એવા છે કે જેમને પોતાનાં ઘરે પુત્રીનો જન્મ થાય તે માટે 251 ગ્રામ સોનાની માનતા માની હતી અને તે ભક્ત પુત્રી લઇને સોનું ભેટ ધરવા આવ્યાં હતા. અંબાજી મંદિર ખાતે આઠમના દિવસે સુરતનાં બે અલગ અલગ માઈ ભક્તો દ્વારા 200 ગ્રામ અને 50 ગ્રામ મળીને કુલ 250 ગ્રામ સોનું દાન આપ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT