Ambaji News: પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, કારમાંથી દારૂ ભરેલી બોટલો મળી
અંબાજીમા નશાની હાલતમા પોલીસ કર્મીએ તોફાન મચાવ્યું. નશો કરીને કાર હંકારતા પોલીસર્મીએ બાઈક પર જતા ભાઈ-બહેનને અડફેટે લીધા. સ્થાનિક લોકો વાહન ચાલક પોલીસ કર્મી સહિત…
ADVERTISEMENT
- અંબાજીમા નશાની હાલતમા પોલીસ કર્મીએ તોફાન મચાવ્યું.
- નશો કરીને કાર હંકારતા પોલીસર્મીએ બાઈક પર જતા ભાઈ-બહેનને અડફેટે લીધા.
- સ્થાનિક લોકો વાહન ચાલક પોલીસ કર્મી સહિત બીજા સાથીદારને પકડી પોલીસ સ્ટેશન લાવ્યા.
Ambaji Accident News: શક્તિપીઠ અંબાજીમાં જ દારૂની રેલમછેલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલા દારૂના નશામાં યુવકે 51 શક્તિપીઠ સર્કલ પર ચડીને ધમાલ મચાવી હતી. ત્યારે હવે અંબાજીમાં પોલીસકર્મી જ દારૂના નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જી રહ્યા છે. ખુદ સ્થાનિક લોકોને આવા પોલીસકર્મીઓને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવા પડી રહ્યા છે.
પોલીસે દારૂ પીને અકસ્માત સર્જ્યો
અંબાજીમાં પોલીસ માટે લાંછનરૂપ બનાવ બન્યો છે. નશાની હાલતમાં પોલીસ કર્મીએ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલમાં વાહન હંકારી ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવાર યુવક અને તેની બહેનને ઈજા પહોંચતા અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાઈક સવારને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ કર્મી હોવાનું અને પાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર દલાભાઈ કેસરભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું અને પોતે નશાની હાલતમાં હતો. પોલીસકર્મીની કારમાંથી અંગ્રેજી દારૂની 3 આખી બોટલો અને 1 અડધી બોટલ પણ મળી આવી હતી. સ્થાનિક લોકોએ વાહન ચાલક પોલીસકર્મી સહિત તેના સાથીદારને પકડીને પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યા હતા. અંબાજી પોલીસે સમગ્ર મામલે કારને કબજે કરી લીધી છે અને પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT