Ambaji Bhadarvi poonam news: અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ આજથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji Bhadarvi poonam news: જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે ત્યારે ચોથા દિવસથી અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી ખાતે રાત્રે માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવારથી શરૂ થયા છે. પ્રથમ દિવસે બોલીવુડના જાણીતા મહિલા સિંગર સાધના સરગમ આવ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM Gujarat Visit: અમદાવાદ પહોંચ્યા PM, ભાજપ નેતાઓ સાથે રોડશો- Video

અંબાજી મહામેળામાં હાલમાં રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે માઇ ભક્તો માટે કોઇ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 જેટલી કમિટીઓ બનાવેલી છે. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે. આજે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારો જીતુ રાવલ અને ઉમેશ મંડલીયા સહીત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્ર્મ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાધના સરગમ પ્રથમ વખત અંબાજી આવ્યા હતા અને તેમને સુંદર ગીતો દ્વારા માંઈ ભક્તો માટે સુર સાથે ગીતો ગાયા હતા. સાધના સરગમે હિન્દી ફિલ્મમાં ઘણા ગીતો ગાયા છે. ‘સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ’ ગીત તેમનું ખૂબ સફળ રહ્યું હતું.

ADVERTISEMENT

પ્રશાંત કોરાટ સહીતના ધારાસભ્યો કાર્યક્રમ નિહાળવા આવ્યા

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહીત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી સહીત વિવિઘ નેતાઓ સાધના સરગમ નાં કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. કાર્યક્રમનું એંકરીંગ અજય બારોટ હાસ્ય કલાકાર દ્વારા કરાયુ હતુ. અંબાજી મંદિરના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ સહિત યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ જોડાયા હતા.

ADVERTISEMENT

(શકિતસિંહ રાજપુત, અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT