Ambaji Bhadarvi Poonam: આજથી મહામેળો શરૂ, અંબાજી જતા ગુંજ્યો જય અંબેનો નાદ, આ રસ્તાઓ બંધ કરાયા
Ambaji Bhadarvi Poonam: અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના…
ADVERTISEMENT
Ambaji Bhadarvi Poonam: અંબાજી (Ambaji) માં માતાના દ્વાર પર ભાદરવા મહિનાની પૂનમે માથુ ટેકવા સો, હજાર નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના મેળાનું એટલું જ મહત્વ છે. આજથી આ મેળાની શરૂઆત થઈ ગઈ છે જે 29મી સુધી રહેશે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા અંબાજી માતાના મંદિર સુધી ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે. આ શ્રદ્ધાળુઓ માતાની જય જય કાર કરતા આગળ વધતા હોય છે. જેમના જયકારાથી હાલ સમગ્ર રસ્તો ગુંજી ઉઠ્યો છે.
વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે આ પ્રમાણેના પ્રતિબંધો
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમે માતાના દર્શન કરવા આવે છે. ભક્તો પદયાત્રા કરીને અહીં આવતા હોય છે. પદયાત્રીઓ માટે વહીવટી તંત્ર પણ સુવિધાઓ આપવા તત્પર બન્યું છે. પદયાત્રીઓને આ યાત્રાના કષ્ટ ઘટશે તેવું તંત્રનું માનવું છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરથી ખેરોજ સુધી ડાબી બાજુ જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. જેને પગલે પદયાત્રીઓ માટે ડાબી તરફના રસ્તા પર પ્રતિબંધ મુકાયો છે. આમ તેમની સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૩, તા.૨૩-૦૯ -૨૦૨૩ થી તા.૨૯ -૦૯-૨૦૨૩ સુધી યાત્રાળુઓ માટે આરતી – દર્શનનો સમય#BhadarviPoonam2023 #Bahdarvi #Poonam #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #Mahamela #BhadarviPoonam2023 pic.twitter.com/u2SzAVpAy1
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 22, 2023
ADVERTISEMENT
સેવા માટે કેમ્પ્સ
આપ જાણો છો કે ઘણા લોકો એવી રીતે પણ જોડાતા હોય છે કે તેમાં માનવ ધર્મનો હેતુ હોય છે. લોકો અહીં દૂધ, છાશ, પાણી, ભોજન, રાતવાસો, આરોગ્ય વગેરે સેવાઓ આપીને પદયાત્રીઓની મદદ કરવામાં તત્પર રહેતા હોય છે. આ વખતે અંદાજે 40 લાખથી વધારે ભક્તો માતાના દર્શન કરવા આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ લોકોની સેવા કરવા કેમ્પ્સનું આયોજન કરતા હોય છે. ધીમેધીમે અંબાજી પણ લોકોની ભીડથી ધમધમવા લાગ્યું છે.
(ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT