Ambaji Temple: મોહનથાળ બનાવવા લાવેલા 300માંથી 120 નકલી ઘીના ડબ્બા વપરાઈ ગયા, પછી કેવી રીતે પકડાયું પાપ?
Ambaji Temple News: અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે મોહનથાળમાં વપરાતું ઘી ભેળસેળવાળું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નકલી ઘી પ્રસાદમાં વપરાતા આ મામલે…
ADVERTISEMENT
Ambaji Temple News: અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે મોહનથાળમાં વપરાતું ઘી ભેળસેળવાળું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નકલી ઘી પ્રસાદમાં વપરાતા આ મામલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સામે આવ્યું છે કે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને સોંપાયો હતો તે મોહિની કેટરર્સે નકલી ઘી 120 ડબ્બા તો પ્રસાદ બનાવવામાં પહેલા જ વાપરી નાખ્યા હતા. જે બાદ શંકા જતા 180 ઘીના ડબ્બાને જપ્ત કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાંથી ઘી ખરીદવામા આવ્યું હતું
અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી મોહિની કેટરર્સ દ્વારા અમુલ ઘીના 300 ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી. આમાંથી 120 ઘીના ડબ્બાનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં થઈ ગયો હતો. જ્યારે 180 જેટલા ડબ્બા વપરાય તે પહેલા જ તેને સીલ કરીને મૂકી દેવાયા હતા.
કેવી રીતે ગઈ ઘી નકલી હોવાની શંકા?
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, પાલનપુરમાં ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ફૂડ ઈન્સ્પેક્ટર પ્રિયંકા આર. ચૌધરી અને એલ. એન ફોક મેળા પૂર્વે અંબાજીમાં સેમ્પલ લેવાની રૂટીન કામગીરીમાં ગયા હતા. જેમાં તેમની નજર અમૂલના બ્રાન્ડવાળા લેબલ પર પડી. જે ડબ્બા પર ઈન્કજેટથી પ્રિન્ટિંગ કરેલી નહોતી. શંકા જતા તેમણે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું. તો 28મી ઓગસ્ટના રોજ 8 લાખની કિંમતનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મોહિની કેટરર્સના મેનેજર સહિત 6 સામે ફરિયાદ
ખાસ છે કે, 28 ઓગસ્ટે જ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને નકલી ઘીનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ નમૂનાના રિપોર્ટમાં ઘી નકલી અને ભેળસેળ યુક્ત હોવાનું જણાઈ આવ્યું હતું. હવે સમગ્ર મામલે મોહિની કેટરર્સના મેનેજર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT