GUJARAT માં અદ્ભુત અવકાશીય નજારો, ચંદ્ર ગુરૂ અને શુક્ર એક લાઇનમાં નરી આંખે દેખાયા
ગાંધીનગર : ગુજરાતના આકાશમાં આજે સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરૂ અને શુક્રની યુતિનો નજારો જોવા મળ્યો હતો. આ બાબતે ખગોળીય નિષ્ણાંતોના અનુસાર મીન…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતના આકાશમાં આજે સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરૂ અને શુક્રની યુતિનો નજારો જોવા મળ્યો હતો. આ બાબતે ખગોળીય નિષ્ણાંતોના અનુસાર મીન રાશિમાં ચંદ્ર 25 અંશ, ગુરૂ 15 અંશ અને શુક્ર 6 અંશની સ્થિતિએ આવ્યા હતા. જેના કારણે ત્રણેય વચ્ચે સમાન અંતર અને એક જ લાઇનમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત નરી આંખે જોઇ શકાય તેટલા સ્પષ્ટ હતા.
આ પ્રકારની ખગોળીય ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે
આ પ્રકારની જ ખગોળીય ઘટના એક માર્ચ અને બીજી માર્ચે પણ જોંન્ને વા મળશે. ધીરે ધીરે ગુરૂ અને શુક્રનું અંતર ઘટતું જશે. બંન્ને ગ્રહો એક બીજાની ખુબ જ નજીક જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્ર આપણી સુર્યમાળાનો સૌથી ચમકતો અને પ્રકાશિત ગ્રહ છે. જ્યારે ગુરૂ સુર્યમાળાનો સૌથી મોટો ગ્રહ છે. તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ અને આપણી સૌથી નજીક છે. આ ત્રણેય ગ્રહોની યુતી એક દુર્લભ સંયોગ છે.
આ અનોખી યુતીને લોકો પણ જોવા નિકળ્યાં
આ અનોખી યુતી અંગે જેમ જેમ લોકોને ખબર પડતી ગઇ તેમ તેમ લોકો પણ પોત પોતાના વિસ્તારમાં આ અદ્ભુત સંયોગને જોવા માટે પહોંચી ગયા હતા. ખાસ કરીને કચ્છના રણમાં આ નજારો સારી રીતે જોઇ શકાય તે માટે ખાસ વ્યવસ્થા પણ ખગોળ શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT